SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પારંપરિક વાર્તા વધુ વિગતથી જોઈશું. સાલંધર ગોત્રની બ્રાહ્મણી દેવાનંદાના ગર્ભાશયમાંથી શ્રમણ ભગવાન મહાવીરનો ગર્ભ દૂર કરી વશિષ્ઠ ગોત્રની ક્ષત્રિયાણી ત્રિશલાના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવ્યો તે રાત્રે ક્ષત્રિયાણી ત્રિશલા પોતાના શયનખંડમાં હતાં જે (ખંડ)નો અંદરનો ભાગ ચિત્રો વડે શણગારેલો હતો અને તેની બહારની સપાટી સફેદ રંગે ધોળેલી હતી તેમજ ખૂબ ચળકતી અને નરમ હતી. છત પર વિવિધ ચિત્રો દોરેલાં હતાં અને તે (છત) પણ ચળકતી હતી. રત્નો અને કીમતી પથ્થરોથી અંધારાને દૂર કરવામાં આવ્યું હતું. ભોંયતળિયું એકદમ સપાટ હતું અને સરસ ગોઠવેલી શુભ આકૃતિઓથી સારી રીતે શણગારવામાં આવેલું હતું તેમજ બધા જ પાંચેય રંગનાં રસયુક્ત સુગંધીદાર પુષ્પોને આમતેમ વેરીને કરેલા ઢગલાઓથી સારી રીતે સજાવવામાં આવ્યું હતું અને શયનગૃહ ભારતીય જીવનચરિત્ર લેખકોની વિશિષ્ટ રીતથી વર્ણવવામાં આવ્યું હતું, પરંતુ અત્રે આપણા માટે તેની ચર્ચા અનાવશ્યક છે. હવે આપણને સ્પર્શે છે એવા દષ્ટિબિંદુથી આપણે તેને ફરીથી વર્ણવીશું. ““આવા શયનખંડમાં અને આવી પથારીમાં ક્ષત્રિયાણી ત્રિશલા મધ્યરાત્રિએ ઊંઘતા જાગતાની વચ્ચેની અવસ્થામાં ઉચિત સ્થિતિમાં સૂઈ રહ્યાં હતાં તે આ પ્રશંસનીય ચૌદ મહાન અને મંગળ સ્વપ્નો જોઈને જાગૃત થઈ ગયાં, જે (સ્વપ્નો) આ પ્રમાણે હતાં. (1) હસ્તિ (2) વૃષભ - સાંઢ - બળદ (8) સિંહ (4) ધનવર્ષા કરતાં શ્રીદેવી (ધનની દેવી) (5) માળા (6) ચંદ્રમા (7) સૂર્ય (8) ધ્વજ (9) કળશ – માંગલિક ઘડો (10) કમળનું સરોવર (11) ક્ષીર સમુદ્ર (12) દિવ્ય રથ (13) રત્નપૂંજ અને (14) ધૂમવિહીન જ્યોત (32) (38) ક્ષત્રિયાણી ત્રિશલા તેના પ્રથમ સ્વપ્નમાં બધા જ મંગળ ચિહ્નો ધરાવતો, ચાર દંતુશળ ધરાવતો સુંદર, પ્રચંડ, પ્રશંસનીય હાથી જોયો. તે (દતુશળ) ઝાપટું નાખીને ખાલી થયેલાં ખૂબ ઊંચે ચડેલાં વિશાળ વરસાદી વાદળો જેવા અથવા મોતીઓના હારના મોટા પુંજ જેવા અથવા ક્ષીરસમુદ્ર જેવા અથવા ચંદ્રકિરણાવલિ જેવા અથવા પાણીના ફુવારા જેવા અથવા વૈતધ્યા નામે ઓળખાતા રૂપાના પર્વત જેવા શ્વેત હતા. તે ગંડસ્થળ તેમાંથી ઝરતા સુગંધીદાર મદ વડે - ૩૦ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy