________________
આ બંને સમજૂતીઓનો અભ્યાસ એ જ હકીકત ઉપર ફરી પાછા લાવે છે કે “સાતએ સંખ્યા અંગે કોઈ સમાધાનકારક ખુલાસો મળતો નથી.
શ્રી કર્મથલાની એવી સમજૂતી કે મૃત્યુ પછી દેહ સાત જન્મો એની એજ પ્રકારની જાતિમાં લઈ શકે છે એ બાબત બેવડી રીતે વિવાદાસ્પદ બને છે. જો કોઈ સજીવ પ્રાણી અપવાદરૂપે છેલ્લા જન્મથી જ્યારે ખુશ હોય ત્યાયારે શા માટે તેણે આવું સાત જન્મ સુધી (પુનરાવર્તન) કરવું જોઈએ અને શા માટે તેણે આવું મોક્ષ પહેલાંના જ છેલ્લા જન્મમાં કરવું જોઈએ.
મને લાગે છે કે કર્મથલાનું અર્થઘટન હવે અહીં પ્રમાણવિહીન છે. ગોસાલકાએ ક્યારેય પણ એવું કહ્યું હતું કે મૃત્યુ પછી તેની તેજ પ્રકારની જાતિમાં સજીવ પ્રાણી સાત વખત જન્મ લઇ શકે છે. આ બાબત ગોસાલકા અંગેનું ખોટું અર્થઘટન બની રહેશે. ' આ સંજોગો હેઠળ મને લાગે છે કે ડૉ. બરુઆ અને ડૉ. ગોપાણીની સમજૂતી દીઠે વધારે ખરી લાગે એવી છે પરંતુ તેમાં હજી વધારે ખુલાસો કરવાની જરૂરિયાત છે. વળી ડો. ગોપાણીની સમજૂતી પણ સાત એ સંખ્યાને માન્ય રાખતી નથી.
વધુમાં ડો. ગોપાણીની સમજૂતીમાં પ્રથમ મુદ્દો વિવાદાસ્પદ છે જે કહે છે કે જીવ તે જ પ્રકારની જાતિમાં ગમે એટલી વખત જન્મ લઈ શકે છે. ગોસાલકાના અગાઉના નિયતિવાદ કે દૈવત્વવાદના સિદ્ધાંતના વિચારો સાથે આ બાબતને પચાવવી અત્યંત અઘરી છે, કે જેની અનુસાર પ્રત્યેક પ્રાણી પૂર્વનિર્મિત શ્રેષ્ઠ કાર્યપદ્ધતિ વડે નિયંત્રિત થાય છે. જો વ્યક્તિ તે જેટલા ઇચ્છે એટલા જન્મો લઈ શકતી હોય તો તે પ્રારબ્ધના હાથમાં કેવળ નિષ્ક્રિય રમકડું બનીને રહી જાય નહિ અને તેનો દેવત્વવાદ - પરિવર્તનવાદનો સિદ્ધાંત સ્પષ્ટ વિરોધાભાસ પેદા કરે છે. 1 Ajivika sect - A new interpretation · Bhartiya Vidya - - Dr. A.S. Gopani May 1941-Vol Iind P-11. 1941-42-Vol-III
છેલ્લા જન્મની એની એજ જાતિમાં સાત જન્મોની સમજૂતીને લાગે વળગે છે ત્યાં સુધી શાબ્દિક અર્થમાં પરિવર્તનનું લાક્ષણિક વર્ણન ઉત્ક્રાંતિમાં પ્રગતિનો નકશો દર્શાવે છે અને આ જ બાબત અત્યંત સંતોષકારક લાગે છે. (કવળ વિરોધ કરવા માટે).
- ૨૯૬ -