________________
લોકોના ઉન્નત આદર્શોની સાથે કદમ મિલાવી શક્યો. (8) પક્ધા કચ્યાયન
તે ગેરકાયદેસર જાતીય સંબંધોનું માબાપે ત્યજી દીધેલ ( ઘા) અનાથ બાળક હતું. તેની માતા ગરીબ અને હલકી જાતિની સ્ત્રી હતી. તેણીને પોતાનું રહેવા માટેનું ઘર ન હતું તેથી તેણીએ તેને કક્ષાના વૃક્ષની નીચે જન્મ આપ્યો અને તેને ત્યાં જ ત્યજી દીધો. જ્યાંથી એક બ્રાહ્મણે તેને ઊંચકી લીધો અને તેને પોતાના પુત્ર તરીકે દત્તક લઇ લીધો અને હું માનું છું કે તત્કાલિન બ્રાહ્મણીય રીતિ અનુસાર તેને કાત્યાયન એવું નામ આપ્યું.
આમ તે કક્ષુધા કાત્યાયન એ નામે જાણીતો થયો. જો કે તે અત્યંત કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થયો અને પોતાની આજીવિક રળવા માટે તેણે સર્વે આવશ્યક સાધનો અને યુક્તિોઓનો આશ્રય લીધો.
જ્યારે બધા જ પ્રયત્નોમાં તે નિષ્ફળ ગયો ત્યારે તે સંન્યાસી બની ગયો અને પોતાની જાતને નાના ટેકરા ઉપર સ્થાપિત કરીને તેની આકરી તપશ્ચર્યા અંગે પ્રવચન કર્યું.
પક્ધાનો સિદ્ધાંત કાત્યાયને સાત શાશ્વત પદાર્થોને માન્ય કર્યા. આ પદાર્થોનું સર્જન ન થઈ શકે એવા અને અપરિવર્તનશીલ છે. તેમની વચ્ચે કોઈ આંતરક્રિયા થતી નથી અને તેથી જ તેમનામાં પરિવર્તનની કોઈ જ શક્યતા નથી. તેના અભિપ્રાય અનુસાર આ સાત પદાર્થોમાં ચાર તત્ત્વો (પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ), આનંદ, દુઃખ અને આત્માનો સમાવેશ થાય છે. આ પદાર્થોની કોઈ આંતપ્રક્રિયા નહીં હોવાથી તેનો કોઈ નાશ કરનાર નથી કે કોઈ તેના નાશનું કારણ બનનાર નથી, કોઈ શ્રોતા નથી કે કોઈ વક્તા નથી, કોઈ જ્ઞાતા નથી કે કોઈ વર્ણનકર્તા નથી. આ સિદ્ધાંત એ દેવવાદનો અર્ક છે, અને આનંદ, દુઃખ અને આત્માનું અસ્તિત્વ શાશ્વત રીતે અપરિવર્તનશીલ છે એમ તેમાં સ્વીકારી લેવામાં આવ્યું છે. આમ કાત્યાયને ઉપરોક્ત ત્રિપુટીનું અસ્તિત્વ સ્વીકારી લીધું છે અને તે જ રીતે ત્યારબાદ ઘણા પછીના સમયમાં રચવામાં આવેલા, તેમની (ત્રિપુટીની) ઉત્ક્રાંતિ અને પરિણામને, કર્મ અથવા તો અન્ય સ્ત્રોતો વડે વર્ણવતા સિદ્ધાંતો દ્વારા
- ૨૬૮ ૨