SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર જોકે એક બાળક છે, પરંતુ તેમની બહાદુરી અને હિંમત અદ્વિતીય છે, ગમે એટલા બળવાન હોવા છતાં પણ કોઈ દેવ, અર્ધ દેવ કે ઈન્દ્ર પણ પોતાની તાકાતથી તેમની સાથે લડી શકવા કે તેમને હરાવવા માટે સમર્થ નથી. સૌધર્મેન્દ્રના આવા શબ્દો સાંભળીને દેવો પૈકીનો એક દેવ કે જે અત્યંત દુષ્ટ બુદ્ધિવાળો અને ઉદ્ધત હતો તેણે તેની અત્યંત પાખંડી માન્યતાઓને કારણે વિચાર્યું, ““માત્ર ભાગ્યશાળી લોકો જ ભગવાન (Lord)ને પારખી શકે છે, જેની વાણી તે પ્રાસ અને લય સાથે વાત ન કરે તો પણ મોહક ગણી શકાય છે અને તેની વાણી મગરૂર અને અનિયંત્રિત હોવા છતાં અપ્રતિષ્ઠિત હોતી નથી. એ શક્ય છે કે અપ્રતીમ તાકાત ધરાવનારા દેવો અને અર્ધદેવો તે માત્ર બાળક હોવા છતાં તેને ન હરાવી શકે ? કોઈના હાથ પર રહેલા બાજુબંધને જોવા માટે અરીસાની જરૂર છે ? હું તુરંત ત્યાં જઈશ અને તેની કિંમતની પરીક્ષા કરીશ.” તેના મનમાં આવો વિચાર કરીને તે એ જગ્યાએ ગયો કે જ્યાં વર્ધમાનકુમાર ઝાડ નીચે રમતા હતા અને તેમને ભયભીત કરવાના હેતુથી એક અત્યંત ભવ્ય ઝેરી નાગનું સ્વરૂપ ધારણ કર્યું. - વર્ધમાનકુમાર કે જે પ્રસંગની વાસ્તવિક સ્થિતિ જાણતા હતા, તેમણે તેમના ડાબા હાથ વડે ક્ષીણ થયેલી દોરડીના ટુકડાને પકડીને ફેંકતા હોય તેમ તેને ઘણે દૂર ફેંક્યો. દેવે ઉદ્ધત અને બેફીકરા થઈને એક બાળકનું સ્વરૂપ ધારણ કર્યું અને વર્ધમાનકુમાર સાથે રમવા લાગ્યો. વર્ધમાનકુમારે તે બાળકને હરાવ્યો (કે જે દેવ હતો). તેમણે તેની પીઠ વાંકી વાળી અને તરત જ વર્ધમાનકુમાર તેની પર બેસી ગયા. કુમારને ભયભીત કરવાના આશયથી એક રાક્ષસનું સ્વરૂપ ધારણ કર્યું અને ઊંચો ને ઊંચો વધવા લાગ્યો. આ વખતે તેણે અત્યંત કદરૂપું સ્વરૂપ ધારણ કર્યું, તેનું મસ્તક કુંભારના મોટા ઘડા જેટલું મોટું હતું વગેરે. (અન્યનું) બુરું ઇચ્છનાર દેવનો પ્રપંચ પૂર્ણપણે જાણીને નીડરપણે વર્ધમાનકુમારે તેની પીઠમાં પોતાની મુષ્ટિકા વડે રમતમાં હોય છે તેમ એક શક્તિશાળી મુક્કો માર્યો.
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy