________________
વેપારી બહાર જાય ત્યારે તેને તાળાબંધીમાં રાખી.
તે જ્યારે પાછો આવ્યો ત્યારે તેણે તેણીની તપાસ કરી, પરંતુ તેના નોકરો પાસેથી કોઈ ઉત્તર નહીં મળતાં તેણે જાતે શોધખોળ કરી અને તેણીને આવી દયાનજક સ્થિતિમાં શોધી કાઢી. તેણે તેણીનું તાળું ખોલી નાખ્યું અને તેણે તેણીને પોતાની સાથે લઈ જવા માટે થોડાક અડદ આપ્યા અને એ જ વખતે ઝડપથી બધા લુહારો પાસે તેણીની બેડીઓ તોડાવવા માટે (કહેવા) ગયો.
એ જ વખતે મહાવીર ત્યાં આવ્યા. તે કન્યાએ તેમને જોયા અને હર્ષાવેશમાં આવી જઈને તેણીએ તેમને અડદ અર્પણ ક્યા.
મહાવીરના નિર્ણયની (નિયમની) પરિપૂર્તિ થઈ અને તેમણે તેણી પાસેથી દાન સ્વીકાર્યું.
આ જોઈને બધા હર્ષાવેશમાં આવી ગયા અને રાજાએ તે કન્યાનું સ્વાગત-આતિથ્ય કર્યું.
અગાઉની રાજકુમારી એવી આ કન્યા અન્ય કોઈ નહીં, પરંતુ મહાવીરના કેવળજ્ઞાન પછી તેમની પ્રથમ શિષ્યા બની તે હતી. પ્રશ્ન એ થાય છે કે મહાવીરે શું આવો નિર્ણય કર્યો હશે ? અને જો એમ હોય તો લોકોને તેની કેવી રીતે ખબર પડી ?
કૌશાંબીના લોકોને ખરેખર એ જોઈને આશ્ચર્ય થયું હશે. દેખાવે શાંત અને પ્રસન્ન ભિક્ષુક ઘેર ઘેર ફર્યો અને છતાં તેણે કશું જ સ્વીકાર્યું નહીં. આપણે જાણતા નથી કે મહાવીરે જીવનચરિત્રકારો આલેખે છે તેમ આવો નિર્ણય કર્યો હતો કે નહીં, પરંતુ ત્યાંના લોકો તેમની વચ્ચે આવા નવાગંતુકને મેળવીને હર્ષાવેશમાં આવી ગયા હતા કારણ કે તેમનામાંથી જ કોઈ એક નવા ઊભરતા સંપ્રદાયના આગેવાન તરીકેની ઓળખ પામ્યો હતો અને જે પડોશી દેશનો રાજકુમાર હતો. છેવટે લાંબા સમય પછી મહાવીરે ઉ૫૨ વર્ણવી તેવી સ્થિતિમાં રહેલી સ્ત્રી પાસેથી દાન મેળવ્યું. આપણે એ બાબતમાં ચોક્કસ નથી કે મહાવીરે તેણી જે સ્થિતિમાં હતી એવી તેની પાસેથી દાન મેળવવાનો નિર્ણય કર્યો હતો કે નહીં. શું બનવાનું છે તે મહાવીર જાણતા હતા ? એમ ધારીએ કે તેઓ જાણતા હતા તો પ્રત્યેક પ્રભાતે શા માટે
૧૦૨