SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાના પ્રેમીને જોવા માટેની આશા સાથે પ્રતીક્ષા કરી અને અંતે તે તેમાં સફળ થઈ. એક માતા કે પત્ની તરીકે સ્ત્રી અત્યંત કરૂણાજનક રીતે તેનો પુત્ર કે પતિ આ સંસારમાં રહે તે માટે સખત મથામણ કરે છે, પરંતુ એકવાર જ્યારે તેના પતિ કે પુત્રની સચ્ચાઈની તેણીને ખાતરી થાય છે, ત્યારે તેને આશીર્વાદ આપવા માટે તેણી આનાકાની કરતી નથી અને તેણીના પતિના કિસ્સામાં તે તેને અનુસરવા માટે લાયક બને છે. એક કિસ્સામાં રાણી પોતે રાજાને ઉશ્કેરે છે કે જે (રાજા) એમની સંપત્તિ જપ્ત કરવા માટે આતુર છે કે જેઓએ આ સૃષ્ટિનો ત્યાગ કર્યો છે. (અર્થાત્ જેઓ અવસાન પામ્યા છે.) પરંતુ સૌથી વધારે રસપ્રદ અને સૂચનાત્મક દૃષ્ટાંત રામતીનું છે કે તેણીને જ્યારે પ્રત્યક્ષ થયું કે રથનેમિનું મનોબળ ભંગ થયું છે અને પ્રલોભનોએ તેને પરાજિત કર્યો છે ત્યારે તેણીએ પોતે આ પ્રસંગનો પ્રતિકાર કર્યો અને રથનેમિને સાચા માર્ગે લાવી, અને આમ સર્વોત્તમ રાજવીની પુત્રી કે જે પોતાની જાત ઉપર સાચું નિયંત્રણ ધરાવતી હતી અને તેણીની પ્રતિજ્ઞાઓએ તેણીના કુળ, તેણીના પરિવાર અને તેણીના સદ્ગુણોને આદરને પાત્ર બનાવ્યાં. 2 Meghkumar's mother, wife of the purohit, Lec. 14, Ishukara. 3 Queen Quote Lec. 14, P. 66. 2 Jamali's mother. Revati - wife of Shatanika, Nandisena's wife. 1 Lec. 22, Verse 38 to 49. Page : 116-118-119. મહાવીર વર્ધમાનને સ્ત્રીની ઈચ્છાની બીજભૂત શક્તિનો સાક્ષાત્કાર થયો હતો અને આરંભમાં તેમણે યોગ્ય રીતે વિચાર્યું હતું કે એ વિચારણા સાચી દિશામાં છે. તેમની માતાના પ્રેમ અને આર્યા ચંદનાની શ્રદ્ધાએ તેમને સ્ત્રીની ધાર્મિક કારકીર્દિ અંગે આશાવંત બનાવ્યા અને તેમણે નારી સમુદાય માટે પણ એક અલગ વ્યવસ્થાની સ્થાપના કરી અને તેની આગેવાની આર્યાને સોંપી. આ બાબતમાં તેમનું વ્યક્તિત્વ તદન અનન્ય તરીકે નોખું તરી આવે છે. મહાવીરને તેમના સમયના ઠંડા અને આનાકાની કરતા ધર્મોપદેશકોના - ૩૬ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy