SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ चैडगस्स रन्नो सपक्खं सपडिदिसिं रहेणपडिरहं हव्वं आगए। યુદ્ધનું દશ્ય આમ આપણને દર્શાવે છે કે તેમાં જાનની ખુવારી ઓછી થઈ, પરંતુ ઉત્તમોત્તમ બહાદુર યોદ્ધાઓ ધ્વજો, પતાકાઓ, પ્રતીકો સાથેની દોડાદોડ અને પરિભ્રમણો કરવાથી તેમ જ એક રાજાના રથનો બીજા રાજાઓના રથોએ પીછો કરવાથી દિશાઓ ધૂંધળી થઈ ગઈ. (ધૂળ ઉડવાને કારણે) વિનાશ : . આ બધાં યુદ્ધોમાં આ એક સૌથી મહાન યુદ્ધ હતું અને તેથી તેમાં મહત્તમ વિનાશ થયો. મહાવિંટવ અને રથમૂશન એવાં બે અત્યંત વિનાશકારી શસ્ત્રોએ અનેક લોકોને તેમના જીવનથી વંચિત કરવાનું સરળ બનાવ્યું. રથ મુશલને રથીવિહીન અને યોદ્ધાઓ વિહીન રથ તરીકે વર્ણવવામાં આવે છે જે મુશળ (ખાંડવાનું સાધન)ને ગોળ ગોળ ફેરવતાં ફેરવતાં દુશ્મનના દળમાં ઘૂસી જતી હતી અને ત્યાં આમતેમ ફરતાં ફરતાં લોકોનો (દુશ્મનના સૈનિકોનો)તે સંપૂર્ણ વિનાશ કરતું હતું. તેને આધુનિક ટેન્કો સાથે સરખાવી શકાય કે જેમાં લઘુતમ માનવબળની આવશ્યકતા રહે છે અને મહત્તમ વિનાશ વેરી શકે છે. (નિલેયાતિયામસૂત્ર) મહરિત્નાવટ6 એક નાનકડો લાકડાનો ટૂકડો કે પથ્થરનો નાનકડો ટુકડો એવી રીતે ફેકે છે કે તે જ્યારે દુશ્મનના માણસોને વાગે ત્યારે જાણે ખૂબજ મોટો ખડક (ફેંકીને) અથડાવ્યો હોય એવી જીવલેણ અસર પેદા કરે છે. મહાવીરે પોતે અહેવાલ આપ્યો છે કે કુલ વિનાશ 96 લાખ લોકો જેટલા મોટા આંકડાને આંબી જાય છે. રાજકારણ (રાજનીતિ) : આ યુદ્ધનીમાત્ર લશ્કરી વ્યુહરચનાના ભાગરૂપે દળોની ચોક્કસ આકારોમાં ગોઠવણી (જેમ કે ગરુડબૂદ : ગરુડ જેવી રચના)ની દૃષ્ટિએજ નહિ, પરંતુ મુત્સદીભરી પ્રયુક્તિઓના ઉપયોગની દૃષ્ટિએ પણ નોંધ લેવી આવશ્યક છે. બુ આગાહી કરેલી તદનુસાર દસ ભાઈઓના જોરદાર હલ્લાની - ૨૦૧૨
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy