SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ જવાબદાર ન હોય? સિદાલપુત્તના મનનું સમાધાન થઈ ગયું અને મહાવીરના વિધાનની સત્યતાની બાબતમાં તેને જ્ઞાન થઈ ગયું. 1 ધર્મગ્રંથો આ શબ્દો ઉમેરે છે કે, “જો કોઈ વ્યક્તિ પોતાની પત્ની સાથે જાતીય સંબંધો માણે” તો હું એ સમજવામાં નિષ્ફળ જાવું છે કે મહાવીર જેવી પ્રામાણિકતા અને સચ્ચાઈની આગ્રહી વ્યક્તિએ આવી પરિભાષાનો ક્યારેય ઉપયોગ કર્યો હોય. હું પોતે ચોક્કસપણે માનું છું કે તે અસલ લખાણમાં પાછળથી કપટથી ઉમેરો કરાયો હોવો જોઈએ કારણ કે તે મહાવીરના જીવનના મોભા સાથે બંધબેસતું આવતું નથી. જેની પાસે કોઈને ઉપદેશ આપવા માટે કશું જ ન હોય તેને કોઈ ગુરુ ન કહી શકે. જે વ્યક્તિ પોતાને ગુરુ કહેવડાવવાની ઉત્કટતાથી ઈચ્છા ધરાવતો હોય તેણે તેના શિષ્યો ઉપર બૌદ્ધિક સર્વોપરિતા પ્રાપ્ત કરી લેવી જોઈએ. તેણે પોતાની જાતને ખૂબ જ ઊંચી બુદ્ધિયુક્ત કક્ષાએ સ્થાપિત કરી દેવી જોઈએ. તેની પાસે તીવ્ર-તીર્ણ દષ્ટિ હોવી જોઈએ અને વસ્તુઓનું તલસ્પર્શી જ્ઞાન હોવું જોઈએ. તે તેના શિષ્યોની જ્ઞાન માટેની તૃષાને છિપાવી શકે એવી સ્થિતિમાં હોવો જોઈએ. નવી માટીમાં મૂળ નાખવા માટે નવા છોડને સારા પ્રમાણમાં પાણી મળવું જોઈએ. ધર્મગ્રંથો કહે છે તેમ લાંબી તપશ્ચર્યાને અંતે મહાવીરે સર્વ પ્રકારનાં જ્ઞાનોમાં પ્રસરેલું એવું કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું, જેને લીધે બેસતાં, સૂતાં કે ચાલતાં તે આ જગતમાં અને પછીના જગતમાં આત્માની ગતિવિધિ સ્પષ્ટપણે જોઈ શકતા હતા. તેઓ આત્માના ગુણધર્મને સમજ્યા હતા તેમજ જુદાં જુદાં જગતમાંની તેની ગતિવિધિને પણ તેઓ સમજ્યા હતા. તેઓ એ પણ સમજ્યા હતા કે કેવી રીતે જાતીય આનંદો – મોજમજાઓ પોતાની જાતનો સાક્ષાત્કાર કરવાના મનુષ્યના માર્ગમાં આડે આવતા હતા. શી રીતે જાતીય મોજમજા માણવાની ક્રિયા વ્યક્તિગત ઉન્નતિ સાધવાને ખાતર સઘળાં સજીવ પ્રાણીઓને ઈજા પહોંચાડવા તરફ દોરી જતા હતા. સમયાંતરે આ બાબત ખરાબ કર્મો વડે આત્માને મલિન કરે છે, જેની અસર કેટલાક જન્મો સુધી પહોંચે છે. લોકોને સત્ય વિશે ખાતરી કરાવવી એ મહાવીર માટે કઠિન ન હતું. પરંતુ સંપ્રદાયના અન્ય ગુરુ કે જેને આ અંગે માહિતી હશે તે એવો - ૪૧૬
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy