SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ સદંતર સજાગ રહે.” S.B.E. 45 Page 41-42-44 Ullaradhyayana. Lecture. X S.B.E. 45 1 Lecture XIX. Page 92-93 આ જ પ્રવચન એક સંન્યાસીનું જીવન કેટલું મુશ્કેલ હોય છે તેને સમજાવવા માટે ઘણાં બધાં રૂપકો રજૂ કરે છે. જે રીતે સ્વર્ગીય સરિતા ગંગાને પાર કરવી અથવા તેના સામા પ્રવાહે તરવું અથવા કોઈએ પોતાનાં શસ્ત્રો પાસે રાખીને સમુદ્રમાં તરવું એ જેટલું મુશ્કેલ છે, તે જ પ્રમાણે કર્તવ્યોના મહાસાગરને પાર કરવો એ પણ એટલો જ મુશ્કેલ છે.” પોતાની જાતનું નિયંત્રણ કરવું એ મોઢામાં રેતીનો ફાકડો મારવા જેટલું જ બેસ્વાદ છે. અને તપશ્ચર્યા કરવી એ તલવારની ધાર ઉપર ચાલવા જેટલું જ મુશ્કેલ છે.” હંમેશાં સાચી રીતભાતના નિયમોનું પાલન કરવું એ પોતાનાં ચક્ષુઓને સર્પની જેમ કાયમ માટે ખુલ્લાં રાખવા જેટલું જ મુશ્કેલ છે. હે પુત્ર ! તે લોખંડના ચણા ચાવવા જેટલું જ મુશ્કેલ છે.” “જેવી રીતે એક થેલીમાં પવનને ભરવો મુશ્કેલ છે તેવીજ રીતે નબળા મનના) મનુષ્ય માટે શ્રમણનું જીવન જીવવું એ મુશ્કેલ છે.” મંદાર પર્વતને ત્રાજવામાં મૂકીને જેવી રીતે તોલવો મુશ્કેલ છે તેવી જ રીતે એક શ્રમણ માટે સ્થિર અને ભયવિહીન માનસ સાથે જીવવું મુશ્કેલ છે.” જેવી રીતે હાથ વડે સમુદ્રને તરવો મુકેલ છે તેવી જ રીતે જેનું મન શાંત નથી એના દ્વારા સંયમના મહાસાગરને પાર કરવો અત્યંત મુશ્કેલ છે.” Ullaradhyayan Sutra. Lecture XIX Page. 93 1 Parisaha • hunger દરેકે એ જાણવું જોઈએ કે માનવ જન્મ વિરલ છે અને એજ રીતે ધર્મના સિદ્ધાંતોનું શ્રવણ કરવું એ પણ વિરલ છે. તેનાથી પણ વધારે વિરલ છે તે ઉપદેશેલા ઘર્મપંથના સિદ્ધાંતો, પરંતુ આ બધામાં સૌથી વધારે વિરલ તો છે સર્વજ્ઞતા તરફ દોરી જતું સદવર્તન. ધર્મપંથને મજબૂતાઈથી પકડી રાખવો એ સારા ભારવાહક વ્યક્તિ માટે લગભગ અનિવાર્ય છે, અને ધર્મપંથને મજબૂતાઈથી પકડી રાખવા માટે ઊંચું ચારિત્ર્ય અને સદ્વર્તન અત્યંત આવશ્યક છે. એક સંન્યાસીનું જીવન સળગતા અગ્નિને ગળવા જેવું છે. એક જુવાન મનુષ્ય માટે શ્રમણ તરીકે જીવવું મુશ્કેલ છે. આ સૃષ્ટિમાં સઘળાં પ્રાણીઓ પ્રત્યે બિનપક્ષપાતી રહેવું, પછી તે મિત્રો હોય કે શત્રુઓ, સજીવ પ્રાણીઓને ઈજા પહોંચાડવાથી દૂર રહેવું. જૂઠાણાંઓથી - ૩૫ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy