SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર આ બધી બાબતો અંગે અગાઉથી જ જાણતા હતા અને ધાર્મિક સંપ્રદાયના ભવિષ્યજ્ઞાતા સ્થાપક તરીકે તેમણે મુશ્કેલીઓ અને પ્રલોભનો અંગેની વિગતો આપવા ઉપરાંત તેમણે આહાર, વસ્ત્રો, ભિક્ષા, શધ્યા, ભિક્ષાપાત્ર, રહેઠાણ, સંપત્તિ, ઓસડ વગેરે અંગે ઝીણામાં ઝીણા નિયમોનો પણ આદેશ આપ્યો હતો. હું અહીં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરેલા સંન્યાસીએ આવા ભોગવિલાસોને રોકવા માટે જે સાવચેતીઓ લીધી હતી તે અંગેનાં અત્યંત વિશિષ્ટ ઉદાહરણો આપીશ. તેમ છતાં એ યાદ રાખવું જોઈએ કે કેટલાક નિયમો જીવનમાંથી તારવી કાઢેલા હતા અને જીવન માટેના હતા અને બાકીના બધા નિયમો સમાન પ્રકારના ન હતા. અને ખાસ કરીને વર્ધમાન મહાવીરના અવસાન પછી આ સંન્યાસીઓ કે જેઓ હવે સત્તાધીશો હતા અને તત્કાલિન સમાજ પર ભારે અસર પાડી શકતા હતા તેઓ ધર્મપંથમાં રહેલી છટક બારીઓની સુરક્ષા કરવા માટે વિદ્વતાપૂર્ણ ચોકીદારીમાં વ્યસ્ત થઈ ગયા. જ્યાં સુધી વર્ધમાન મહાવીર હયાત હતા ત્યાં સુધી તેમનું શક્તિશાળી વ્યક્તિત્વ ભારે અસરકારક બનતું હતું. તેમનું સમગ્ર જીવન વૈરાગીઓ માટેના સઘળા નિયમોનું વ્યવહારમાં પાલન કરવાનું એક જીવંત નિદર્શન હતું, પરંતુ તેમના અવસાનને લીધે વિગતવાર નિયમો ઘડવાની આવશ્યકતા ઊભી થઈ. મહાવીરના અવસાન પછી સંન્યાસીઓ વચ્ચેના સહકારની તાતી જરૂરિયાત પેદા થઈ અને તેથી કેટલાક સંન્યાસીઓ કે જેઓ અન્યોનો ઊંચા અભિપ્રાય ધરાવતા હતા અને આદરણીય હતા તેમણે ધર્મપંથમાં નવા દાખલ થયેલાઓ ઉપર તેમને શિસ્તમાં રાખવા માટે નિયમોનો કડક અમલ શરૂ કર્યો. આ નિયમો અત્યંત ઝીણવટભર્યા હતા. કારણ કે સંપ્રદાયમાં એકસૂત્રતા જાળવવા માટે મહાવીરના અવસાન પછી આદરણીય સંન્યાસીઓ એ એકમાત્ર આશ્રયસ્થાન હતું. જ્યારે મતભેદો સર્જાય ત્યારે એવું કોઈ મધ્યસ્થ સત્તાકેન્દ્ર ન હતું કે જ્યાં અરજી કરી શકાય. તે વખતે આદરણીય સંન્યાસીઓના નિર્ણયો અમલમાં મૂકવા માટે ફરજ પાડી શકાય એવા કાનૂની સ્વરૂપના કેન્દ્રનો તદન અભાવ વર્તાતો હતો. મહાવીરના જીવનકાળ દરમ્યાન પણ જે મતભેદો અસ્તિત્વ ધરાવતા હતા તે ખાસ - ૩૯૮ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy