SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ અજાણ્યાના ગૃહમાં અથવા તેના અંતઃપુરમાં પ્રવેશ કરવાની તેઓ ઈચ્છા ધરાવતા નથી, ઈચ્છા ધરાવતા નથી, ઈચ્છા ધરાવતા નથી. પ્રત્યેક મહિનાની ચૌદસે અને આઠમે તેમજ કોઈક ઉત્સવના દિવસે કે પૂર્ણિમાના દિવસે તેઓ ચુસ્ત રીતે નકોરડા ઉપવાસ રાખે છે. તેઓ નિગ્રંથ શ્રમણોને તેઓ વહોરી શકે તેવો શુદ્ધ આહાર, જળ, સ્વાદિષ્ટ ભોજન, મરીમસાલા, વસ્ત્રો, ભિક્ષાપાત્રો, ધાબળા અને સાવરણીઓ, ઔષધો અને દવાઓ, બાજઠો, લાકડાનાં પાટિયાંની બેઠકો, શય્યાઓ અને નાની ખાટલીઓ પૂરી - પાડે છે. તેઓ પોતાની જાતને શીલવ્રત અને ગુણવ્રત, વિર્મણા, બાત્યાખ્યાનો, નકોરડા ઉપવાસ (પુસાહા ઉપવાસ) અને તપશ્ચર્યા (કે જે કરવાની તેમણે પ્રતિજ્ઞા લીધી હોય છે) એ સઘળી બાબતો વડે શુદ્ધ કરે છે. S.B.E.-45 Lec.XXIV-Uttaradhyayan Sutra deals with the samities and Guptis. Page-130 આ રીતનું જીવન જીવીને તેઓ ઘણાં વર્ષો સુધી શ્રમણોના અનુયાયીઓ તરીકે રહે છે, અને પછી જો તેઓ માંદા પડે અથવા ન પડે તો પણ તેઓ આહાર લેવાનું મુલતવી રાખે છે અને આહાર ત્યજીને તેઓ ઘણા ટંક છોડી દે છે. તેમનાં પાપોની કબૂલાત કરીને તેમ જ તેમનું પ્રાયશ્ચિત કરીને અને આ રીતે પૂર્ણતા પ્રાપ્ત કરીને તેમના નિશ્ચિત થયેલા સમયે તેઓ અવસાન પામે છે, દેવોના પ્રદેશો પૈકીના કોઈ એકમાં તેઓ દેવ તરીકે પુનઃ જન્મ ધારણ કરે છે. (વિવિધ સ્વર્ગો પૈકીના કોઈ એકમાં) આ ગૃહસ્થ વિશેનું સત્તાવાર વર્ણન છે. તેઓ બધા કે જેમને મહાવીરના ધર્મપંથમાં સંપૂર્ણ શ્રદ્ધા છે અને તેમ છતાં બાહ્ય પરિસ્થિતિઓને કારણે અથવા તો આંતરિક નિર્બળતાને કારણે ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી શકયા નથી અને ગૃહવિહીન સંન્યાસીનો પરિવેશ ધારણ કર્યો નથી તેઓને ઉપાસકો કે સામાન્ય ભક્તોના વર્ગમાં પ્રવેશ આપવામાં આવે છે. આ ઉપાસકો સજીવ પ્રાણીઓ અને નિર્જીવ વસ્તુઓના સંદર્ભમાં ધર્મપંથનું અર્થઘટન કરે છે, તેઓ સદ્ગુણો અને પાપના આચરણ વચ્ચેનો ભેદ સમજે છે, તેઓ આસવોના, સંવરના, સાક્ષાત્કારના અને કર્મોના સદંતર લોપના, ક્રિયાઓના વિષયના, બંધનના અને અંતિમ મોક્ષના જ્ઞાન અંગે સુપેરે તાલીમ પામેલા હોય છે. આવા ઉપાસકો નિગ્રંથોના ધર્મપંથમાંથી ~ ૪૦૨
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy