SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ (2) જૂઠાણાંઓથી દૂર રહેવામાં ક્યારેય બેદરકારી દાખવવી નહિ અને હંમેશાં પથ્યકર-મિષ્ટ બોલવાની કાળજી લેવી. (3) જે અર્પણ કરવામાં આવ્યું ન હોય, તે લેવાથી, એક દાંત ખોતરવાની સળી જેવી નાની ચીજ લેવાથી પણ દૂર રહેવું અને કેવળ દોષરહિત દાન સ્વીકારવાં. (4) જેણે અગાઉ વિષયલોલુપ આનંદો માણ્યા છે તેણે ત્યાર પછીથી અપવિત્રતાથી દૂર રહેવું અને પવિત્રતાની કડક પ્રતિજ્ઞાનું પાલન કરવું. (ક) ધનસંપત્તિ, ધાન્ય અને સેવકો મેળવવાના સર્વ દાવાઓ ત્યજી દેવા, પોતાની માલિકીની સઘળી ચીજોનો ત્યાગ કરવો અને પોતાની પાસે પોતાનું અંગત કશુંજ રાખવું નહિ. હવે પછી ચારે પ્રકારો પૈકી કોઈ પણ આહારનું તેણે રાત્રિના સમયે ભક્ષણ કરવું જોઈએ નહિ, અને તેણે ધીરજ અને સમતા પૂર્વક સુધા, તૃષા, ઉષ્ણતા અને ઠંડી, માખીઓ તેમજ ડાંસ-મચ્છરોની પજવણી, દુઃખદાયક આવાસો, ઘાસને તોડવું અને મલિનતાઓ, મુક્કા અને ધમકીઓ (લોકો તરફ મળતા), શારીરિક શિક્ષાઓ અને કારાવાસ, સંન્યાસીનાં જીવનની યાતનાઓ, નિષ્ફળ ભિક્ષાયાચના વગેરે સહન કરવું જોઈએ અને સાથે સાથે સામાન્ય ભક્તજનો દ્વારા આપવામાં આવતાં આદર, કીર્તિ, હાર્દિક સત્કાર અને પ્રશંસા વગેરેને પણ સહન કરવાં જોઈએ. Upasake Dasao-Hoernle • એ એવા ગ્રંથો પૈકીનો એક છે કે જેનો ગૃહસ્થોએ તેમનાં પોતાના ધર્મપંથમાં) સ્થિરીકરણ માટે દરરોજ મુખપાઠ કરવો જોઈએ. આ ગ્રંથ રસપ્રદ પરંતુ મારી માન્યતા અનુસાર સંન્યાસીઓને ફોસલાવીને અનીતિના માર્ગે લઈ જવાના દેવો, અસુરો વગેરેના પ્રયત્નોની કાલ્પનિક વાર્તાઓ રજૂ કરે છે. Page-34. Book-2. Lacture-2. જેમ ધર્મપંથમાં પ્રવેશ મેળવવા માટે કોઈ ખાસ નિયમો નથી તે જ રીતે ધર્મપંથનો ત્યાગ કરી તેમાંથી બહાર જવા માટે પણ કોઈ ખાસ નિયમો નથી. કેટલાક કિસ્સાઓમાં મહાવીર પોતે શાંતિપૂર્વક આવા ધર્મપંથયાગોને સંમતિ આપી હતી. બ્રાહ્મણોની બલિ આપવાની વિધિઓ નાબૂદ કરવામાં આવી હતી. = ૪૦૫ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy