SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ જે રીતે તેના જીવનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે તે જ રીતે તેના સંપ્રદાયને પણ ખોટી રીતે સમજવામાં આવ્યો છે, અને જે સિદ્ધાંતોનો તેણે ઉપદેશ આપ્યો તેણે પણ તેના હરીફ ધર્મોપદેશકોને તેની જીવનરીતિ કરતાં પણ વધારે અસ્વસ્થ અને ચિંતન બનાવ્યા છે. હવે પછી આપણે જીવન અંગેની તેની ફિલસૂફીના પાયામાં રહેલા સિદ્ધાંતો અને આ સિદ્ધાંતો તેણે કઇ રીતે તારવ્યા તેનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. તેની ફિલસૂફી તેના બે મહાન વિરોધીઓ બુદ્ધ અને મહાવીરની ફિલસૂફીનો સામનો કરે છે. બુદ્ધે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ગોસાલા વાળમાંથી બનેલા વસ્ત્ર જેવો છે. તે ઠંડા વાતાવરણમાં ઠંડો રહે છે. તેનો પાખંડ સર્વે (પાખંડો)થી કનિષ્ઠ છે અને તે માનવજાતનો સૌથી મોટો દુશ્મન છે. नाहं लिक्खवे अ एकपुग्गलंपि समनुपस्सामि यो एव बहुजनहिताय पटिपन्नो, बहुजनसुखाय बहुनो जनस्स अनत्थाय युक्खाय देवमनुस्सानं यथाइदं लिक्खवे मक्खालि मोधपुरिसो, सेच्चथा पि लिक्खवे यानि किञ्चि तन्तवुतानं वत्थानं केसकम्बलो भिक्खवे सिते सितो उन्हे उन्हो, दुष्षण्णो, दुग्गन्धो, दुक्ख सम्फस्सो, एवमेवं खो भिक्खवे यानि किञ्चि समनप्पवादानं, मक्खालिवादो तेस पटिकि त्थो अक्खायं ति ॥ મખ્ખાલી ગોસાલાની ફિલસૂફી : આજીવિકોના ઇતિહાસમાં મંખાલીનો પુત્ર ગોસાલા મધ્યવર્તી સ્થાન ધરાવે છે. તેના મત અનુસાર આજીવિકોએ સંપ્રદાયનું સ્વરૂપ ધારણ કર્યું હતું, જે તે સમયમાં ગણનાપાત્ર મહત્ત્વ ધરાવતું હતું. એ હકીકત ઉપરથી આ નિર્ણય તારવી શકાય કે બ્રાહ્મણધર્મ અને નિગ્રંથોની સાથે સાથે જ તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. (સંદર્ભઃ દિલ્હીના સ્તંભ ઉપરનો અશોકનો શિલાલેખ; Corpus Inscript Indicarum Plate XX-Lines 4-5) આ આજીવિકોની ફિલસૂફીને જૈનો અને બૌદ્ધોએ એક સમાન રીતે વ્યાપકપણે જાહેરમાં વખોડી કાઢી છે અને તેમ છતાં Dr. Jecobi અને Dr. Barua એ ભારપૂર્વક રજૂઆત કરી છે કે આજીવિકાઓએ તેમની આ બંને સમકાલિન વ્યવસ્થાઓ પર ઊંડો પ્રભાવ પાથર્યો હતો. ગોસાલા અને તેની ફિલસૂફી એ બંનેને ખોટી રીતે સમજવામાં આવી *૨૨*
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy