________________
તેમના ત્રેવીસમાં જન્મમાં નયસારનો આત્મા ધારિણીદેવીની કુખે પુનર્જન્મ પામ્યો અને યથાકાળે તે ચક્રવર્તી બન્યો. તેનું નામ પ્રિય મિત્ર હતું અને તે બધાં જ ચૌદ રત્નો ધરાવતો હતો.
ચક્રવર્તી વાસુદેવ કરતાં એ અર્થમાં નોખો હતો કે ઐશ્વર્ય અને ભવ્યતા એ બધું જ હોવા છતાં તે તેમાંથી બહાર આવી શક્યો.
જ્યાં સુધી માનવદેહ હોય ત્યાં સુધી માનવીય નશ્વરતાનો સર્વવ્યાપક ખ્યાલ માનવમનમાંથી ભાગ્યે જ દૂર થઈ શકે છે.
એકવાર જ્યારે રાજા મહેલની છત પરથી વાદળોનું સૌદર્ય જોઈ રહ્યો હતો ત્યારે વિખરાતાં વાદળોને જોઈને બધી જ વસ્તુઓની નશ્વરતાનો ખ્યાલ તેના મનમાં ઝબક્યો. અને એ જ વખતે તેને પોતાનું નામ સાર્થક કરે એવા ગુરુ મળ્યા અને તેણે જગતનાં સર્વે સુખોનો ત્યાગ કર્યો.
| નયસારના આત્માએ બળપૂર્વક અંતરાયોને ફેંકી દીધા અને હવે તેનો માર્ગ થોડોક લાંબો છતાં તદ્દન સીધો અને સરલ હતો. પોતાની મુનસુફીથી રાજ્ય કરતા અને છતાં હંમેશાં ઉત્તમ સોબત શોધતા એવા નંદનરાજા તરીકેનો પચીસમો જન્મ પૂર્ણ કર્યા પછી સ્વર્ગમાં પણ ઉત્તમ જગ્યાએ પરમાત્મા તરીકે તેઓ જન્મ્યા અને ત્યાંથી તેઓ જંબુદ્વીપમાં આવ્યા અને તીર્થકર બન્યા.
જેણે આ કાળજીપૂર્વક વાંચ્યું છે તેનામાં ભાગ્યે જ એ સમજ પેદા નહીં થાય કે થોડીક અવગણના, થોડીક બેકાળજી, થોડક અહમુનો સ્પર્શ, ઇન્દ્રિયોના વિષયોની મોજની થોડીક ઇચ્છા કેવી રીતે અનંત જન્મોનો ચક્રવાતી નાદ પેદા થવાનું કારણ બને છે.
અને બીજી બાજુ આત્મનિયંત્રણના સાથ વિનાની વધુ પડતી તપશ્ચર્યા સંયમ વ્યક્તિની પ્રગતિમાં સમાન રીતે હાનિકર્તા સાબિત થાય છે.
આ બંને હકીક્તો એવી વ્યક્તિના મનમાંથી ભાગ્યે જ દૂર થઈ શકે છે કે જે તેના નિશ્ચિત લક્ષ (summum bonum) સુધી પહોંચે તે પહેલાં ગાઢ રીતે ઉમદા આત્માની ચડતી અને પડતીને અનુસરે છે.
– નેપોલિયન - નેલ્સનની જેમ નહિ - કે રામકૃષ્ણ વગેરેની જેમ નહિ - પરંતુ ક્રમાનુસાર ઉત્થાન થવું
- ૨૨ -