________________
પીણાં લાવો, મને કેટલાંક સુગંધી દ્રવ્યો લાવી આપો. ઝાડુ, ઘરનોકર, શૃંગારપેટી, મારા અલંકારો-આભૂષણો વગેરે લાવી આપો. મને તમે વીણા, લોધ્રાશક્તિ, લોધ્રા-પુષ્પો, વેણુ, પલાસિકા, સિતાર, દવાની ટીકડીઓ વગેરે વગેરે લાવી આપો.’
‘‘તેણી જ્યારે ગર્ભવતી થાય છે, ત્યારે તેણી તેના પતિને એક ગુલામની જેમ પોતાની જરૂરિયાતો પૂર્ણ કરવાનો આદેશ આપે છે.'
‘‘તેને જ્યારે પુત્ર (તેના લગ્ન જીવનનો બદલો) જન્મે છે, ત્યારે માતા તેના (પુત્રના) પિતાને તેને તેડવાની અથવા તેડીને પોતાને આપવાની આજ્ઞા આપે છે. આમ તેણીના પુત્રોના ટેકેદાર તરીકે તેણે ઊંટની જેમ ભાર ઉપાડવાનો હોય છે.”
'
‘રાત્રે જ્યારે તે (પુત્ર) જાગી જાય ત્યારે તેને શાંત પાડીને એક પરિચારિકાની જેમ તેણે (બાપે) તેને ઉંઘાડી દેવાનો હોય છે અને જો આ બધાની તેને શરમ આવે તો એક રજકની જેમ તેઓ કપડાં ધૂએ છે.” ‘ઘણા પુરુષો દ્વારા આમ કરવામાં આવે છે, જેઓ પોતાના આનંદપ્રમોદો માટે નીચેની કક્ષાએ ઊતરી જાય છે, તેઓ કેવળ મનુષ્યના દેહો નહિ, પરંતુ નોકરો, ભારવાહક પશુઓના સમકક્ષા બની જાય છે.”1 આ રીતે પતિની દયાજનક સ્થિતિનું વર્ણન કર્યું છે, અને આમ સ્ત્રીની લજ્જાસ્પદ અને તિરસ્કારને પાત્ર બાબત દયાજનક પરિસ્થિતિને વર્ણવીને સંન્યાસીઓને માટે ચેતવણીનો ઘંટ વગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, કે જેઓ હલકી કક્ષાએ ઊતરી જાય છે અને તેમના સાચા માર્ગમાંથી બહાર ફેંકાઈ જાય છે. આ જ ગ્રંથ આગળ વર્ણવે છે કે કેવી રીતે એક પુરુષ નિર્દોષ હોવા છતાં પ્રેમમાં પડીને અન્ય ઘણા દુર્ગુણો વિકસાવે છે. જ્યારે તેને સખત ઠપકો આપવામાં આવે છે ત્યારે આવો પાપી પોતાની ભૂલ કબૂલ કરતો નથી, પરંતુ ફુલાઈને બણગાં ફૂંકે છે. જ્યારે તેને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે તે કહે છે, “મેં કંઈ જ પાપ કર્યું નથી. તેણી કેવળ મારા ખોળામાં ઊંઘી ગઈ હતી.” ત્યારે તે બે જાતનાં પાપ કરે છે, અને પોતાની પ્રતિષ્ઠા માટે તે હજી વધારે નીચો ઊતરી જાય છે.2 દંડૂકાના ભય સિવાય જે લોકો આવું પ્રલોભન રોકી શકતા નથી તેમને માટે કહેવામાં આવ્યું છે કે, ‘‘વ્યભિચારી પુરુષના હાથ અને પગ
*302*