SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યેક પખવાડિયે મુખપાઠ કરવી પડતી અને આચારાંગ અને સૂત્રકૃતાંગ જેવા જૈન ધર્મ પંથનાં બે અગત્યનાં ધર્મગ્રંથોમાં યુવાન સંન્યાસીઓ માટેના ઉપદેશોની ભરમાર હતી, અત્યંત વાસ્તવિક બાબત એ હતી કે આવા ધર્મગ્રંથોની સખત જરૂરિયાત આપણને એ બાબત તરફ દોરી જાય છે કે તેમનામાં પણ આવા જ અનાચાર અને ભ્રષ્ટતાના કિસ્સાઓ બનતા હતા. જો કે એક સંપ્રદાયના નબળાઈના મુદ્દાઓને બીજા સંપ્રદાયના નબળાઈના મુદ્દાઓથી પાછા પાડવા અથવા સમતોલ કરવા જોઈએ નહિ. આપણને સંતોષપૂર્વક ખાતરી કરાવવા માટે એક વાકપટુ દલીલ એ છે કે કાગડા તો બધે જ કાળા હોય છે અને બિનજરૂરી રીતે આજીવિક સંપ્રદાયને તેનો ભોગ બનાવવો જોઈએ નહિ. આજીવિકોને લાગતા વળગતો અંતિમ અને અત્યંત અગત્યનો મુદ્દો એ મહાવીર અને ગોસાલા વચ્ચેનો સંબંધ નક્કી કરવા અંગેનો છે. આપણે માટે તે બે પૈકી કોને કોણે ઉપકૃત કર્યા હતા તે નક્કી કરવાનું અગત્યનું બને છે. જો કે જૈનો આપણને એમ માનવા પ્રેરશે કે ગોસાલા એ કેવળ મહાવીરનો કૃતઘ્ની અને અનાજ્ઞાકારી શિષ્ય હતો, આ બાબત સાથે આપણે બિલકુલ સંમત થઈ શકીએ તેમ નથી. આપણે તેમના સંબંધ ઉપર લટકે છે તે રહસ્યનો પડદો ઊંચકવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને તે બે પૈકીના કોઈ એકબીજા ઉપર જે અસર પાડી હતી તેને અંશતઃ રીતે મૂલવવી જોઈએ. મહાવીર અને ગોસાલા વચ્ચેનો સંબંધ : - ત્રીસ વર્ષની ઉંમરે મહાવીરે ગૃહસ્થ જીવનનો ત્યાગ કર્યો, એક વર્ષ માટે તેમણે શ્વેત વસ્ત્રો ધારણ કર્યા અને ત્યાર પછી તેઓ દિગંબર સંન્યાસી બની ગયા. સંન્યાસી જીવનના આ બીજા વર્ષમાં તેમનું ગોસાલા સાથે મિલન થયું. વિજય આનંદ અને સુદાસણા દ્વારા મહાવીરને વિપુલ પ્રમાણમાં દાન અર્પણ કરવામાં આવ્યું. જૈન સૂત્રો અનુસાર આટલા વિપુલ પ્રમાણમાં અર્પણ કરેલું દાન જોઈને ગોસાલા લલચાઈ ગયો અને તેણે મહાવીરને પોતાને તેમનો શિષ્ય બનાવવા માટે કહ્યું. મહાવીર કે જે દૂરનું ભવિષ્ય જોઈ શકતા હતા તેમણે ગોસાલાને ના પાડી. જેવી રીતે બુદ્ધ પ્રજાપતિ ગૌતમીની વિનંતી પરથી તેની ભવિષ્યની મુશ્કેલીઓ જોઈ હતી તેવું જ મહાવીરે કર્યું, - ૩૦ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy