SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક પાખંડી સાધુઓ કહે છે : અમે વધારે વસ્ત્રો પરિધાન કરીશું, લાકડાની મદદથી અગ્નિ સળગાવીશું અથવા સારી રીતે આચ્છાદિત થઈને ઠંડીની અત્યંત દુઃખદાયી અસરને સહન કરવા માટે શક્તિમાન થઈશું. (II14) પરંતુ આ પૂજ્ય વ્યક્તિએ આવા કશાની આકાંક્ષા રાખી નહીં. બધા જ આશ્રયને તુચ્છ ગણીને પોતાની જાત પર મજબૂત નિયંત્રણ રાખીને તેમણે આ બધું સહન કર્યું. રાત્રિમાં એક વખત એક કલાક માટે બહાર જઈને (આદરણીય વ્યક્તિ) શાંતિપૂર્વક (બધા જ પ્રકારની મુશ્કેલીઓ સહન કરવા માટે) શક્તિમાન હતા. II-15, II-6) પ્રથમ તેર મહિના સિવાય તેઓ વસ્ત્રહીન હતા. એક વર્ષ અને એક મહિના માટે તેમણે તેમના વસ્ત્રનો ત્યાગ કર્યો નહીં, તે પછીના સમયમાં આ પૂજનીય વ્યક્તિએ વસ્ત્રનો ત્યાગ કર્યો અને જગતને છોડીને તેઓ નિર્વસ્ત્ર અને આવાસવિહીન સંન્યાસી બની ગયા. (1-8) તેમણે ક્યારેય અન્યના વસ્ત્રનો ઉપયોગ કર્યો નહીં. ([-18) તો પછી તેમણે અગ્નિ અને વસ્ત્રની ગેરહાજરીમાં પોતાનું રક્ષણ શી રીતે કર્યું? જ્યારે ઠંડીની ઋતુ અડધી પસાર થઈ ગઈ ત્યારે આવાસવિહીન એવા તેમણે પોતાનું વસ્ત્ર ત્યજીને પોતાના હાથ પહોળા કરીને - હલાવીને, આમતેમ ભ્રમણ કરીને (વૃક્ષના) થડને અઢેલીને નહીં, બેસીને પોતાનું રક્ષણ કર્યું.). (આદરણીય વ્યક્તિ) શાંત સ્થિતિમાં તે સહન કરવા માટે શક્તિમાન હતા. તેઓ માત્ર થોડી જ નિદ્રા લેતા. પૂજનીય વ્યક્તિ પોતાના અંગત) આનંદ માટે સાવધાનીપૂર્વક નિદ્રા લેતા ન હતા. તેઓ પોતે જાગતા રહેતા અને અત્યંત અલ્પપ્રમાણમાં નિદ્રા લેતા. જાગીને પછી ફરીથી આ આદરણીય વ્યક્તિ પોતે નિત્યક્રમમાં લાગી જતા. આ રીતે તેઓ તેમનો સમય પસાર કરતા. પરંતુ જ્યારે બધું જ સામાન્ય પરિસ્થિતિમાં) હોય ત્યારે જ આમ બનતું, પરંતુ તેમના માટે (બધા જ) દિવસો એટલા સુંવાળા સરલ ન હતા - ૧૧૦ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy