SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ તે ગુણશીલ મંદિરમાં મહાવીર સાથે રહ્યો. મેઘકુમારની શવ્યા પ્રવેશદ્વાર પાસે જ પાથરેલી હતી. પ્રવેશદ્વારની પાસે જ હોવાથી સમગ્ર રાત્રિ દરમ્યાન બેદરકાર યતિઓ દ્વારા તેની નિંદ્રામાં ખલેલ પહોંચતી હતી, કારણ કે તેઓ (યતિઓ) ચૂપચાપ અને કાળજીપૂર્વક પસાર થવાને બદલે તેમના હાથ અને પગના ઉતાવળિયા સ્પર્શ દ્વારા તેને માટે અત્યંત પ્રતિકૂળતા પેદા કરવામાં જરાયે ખચકાતા ન હતા. આ યતિઓના બદલાયેલા વલણથી તેને મેઘકુમારને) અત્યંત ત્રાસ થતો હતો કારણ કે તેઓ (યતિઓ) તે (મેઘકુમાર) જ્યારે રાજકુમાર હતો ત્યારે અત્યંત માનપૂર્વક તેની સામે ઊભા રહેતા હતા. મેઘકમારે તેના ગૃહસ્થજીવનમાં પાછા ફરવાનો વિચાર કર્યો. જ્યારે મેઘકમાર તેના મનની આવી મૂંઝવણભરી પરિસ્થિતિમાં હતો અને ભાંગી પડવાની અણી ઉપર હતો ત્યારે આદરણીયે તેને મિષ્ટ, મૃદુ વાણીમાં અને શાંતિદાયક રીતે તેને સંબોધન કર્યું અને તેના પૂર્વજન્મની વાર્તા વર્ણવીને તેના હૃદયમાં હિંમત પ્રેરી. (તેના પૂર્વજન્મની) આ વાર્તા નીચે મુજબ છે. તે ગજરાજોનો નેતા હતો. તેણે પોતાનો પગ ઊંચો રાખ્યો અને ઊતાવળમાં નીચે પસાર થતા પ્રાણીઓને પોતાના પગતળે કચડી નાખવાને બદલે તેણે તે જ સ્થિતિમાં મૃત્યુ પામવાનું પસંદ કર્યું. આપત્તિકાળે તેણે આવી મનની ઉદારતા દર્શાવી હતી કે જ્યારે અન્ય બધાં જ પ્રાણીઓએ સલામત જગ્યાએ પહોંચી શક્યા હતા. મેઘકુમાર કટોકટીમાંથી ઊગરી ગયો અને ત્યાર બાદ હંમેશ માટે મૃત્યુપર્યત વૈપુલ્ય પર્વત ઉપર યતિનું નિયંત્રિત જીવન જીવ્યો. નંદિનનું ધર્મપરિવર્તન : રાજકુમાર નંદિસેને પણ ગૃહસ્થજીવનનો ત્યાગ કર્યો. જેઓ તેને ઓળખતા હતા અને તેના વ્યાયામની રમતો અંગેના જુસ્સા અને (તેજ) મિજાજનો જેમને ખ્યાલ હતો તેમણે તેને ચેતવણી આપી, કિંતુ આવી ચેતવણી આપવા છતાં તેણે સંસારત્યાગ કર્યો. (વળી) પ્રલોભનને વશ થઈને તે ગૃહસ્થજીવનમાં પાછો ફર્યો. પરંતુ થોડાક જ સમયમાં તેને પોતાને ભાન થયું. ફરીથી તે મહાવીર પાસે ગયો, તેના પાપ માટે પ્રાયશ્ચિત કર્યું અને ફરી એકવાર સંસારત્યાગ કર્યો. મૃત્યુ - ૧૩૪ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy