SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે સંન્યાસીઓ જે કાર્યો કરવા માટે આનાકાની કરતા હોય-અચકાતા હોય તેવાં કાર્યો તેમની કાર્યસાધક શક્તિ દ્વારા કરવામાં આવે છે. આવી શિલાઓ તો સંખ્યા બંધ છે જેને ભાગ્યેજ કોઈ સંદર્ભની આવશ્યકતા છે. પરંતુ પછીના સમયમાં (પાછળથી) આ સંન્યાસીઓ પણ માનવજાતની લોભ અને ભય જેવી નબળાઈઓ પામી જઈને તેમની સાથે બ્રાહ્મણોના જેવી જ રમત કરવા લાગ્યા. - સંન્યાસીઓ જે ગુણવાન મનુષ્યો હોય તેમને સ્વર્ગીય વસવાટની ખાતરી આપતા હતા.(P.83). જેઓ સન્માર્ગ ઉપર પગલાં મૂકીને ચાલે છે, તેઓ જો મોક્ષ મેળવવામાં નિષ્ફળ જાય તો પણ તેઓ સ્વર્ગમાં જશે. તેઓ તેમના અનુયાયીઓને સ્વર્ગના દેવોનાં ભવ્યતિભવ્ય વર્ણનો કરીને લલચાવતા હતા અને કહેતા હતા કે જ્યાં સ્વર્ગમાં સદગુણી મનુષ્યો જશે તેઓ તેમનો સમય પૂર્ણ થતાં (આ સૃષ્ટિમાં) મનુષ્યોની વચ્ચે જન્મ પામશે કે જ્યાં સંપત્તિ, સૌંદર્ય, ઐશ્વર્ય, કીર્તિ, ચિરકાલિન જીવન અને શ્રેષ્ઠ સુખ હશે. તેઓ કે જે અવળે માર્ગે જાય છે તેઓ ચિરકાળ સુધી નર્કનાં દુઃખો સહન કરશે કે જ્યાં તેઓ અત્યંત વેદના યુક્ત, ઊંડી, સખત, સુખ સગવડ વિહીન, હિંસક, દર્દદાયક, તીક્ષ્ય અને અસહ્ય એવી તીવ્ર પીડાઓ સહન કરશે. ઉવાસગદસાઓ મંત્રમુગ્ધ કરે એવી સંખ્યાબંધ વાર્તાઓ રજૂ કરે છે, કે જેમાં દેવો ગૃહસ્થોને લલચાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ગૃહસ્થો તેમનો બરાબર સામનો કરે છે અને અંતે તેમને માત કરે છે-હરાવી દે છે. આ નરકો અંદરની બાજુથી ગોળાકાર છે. બહારની બાજુથી ચોરસ છે. તેમના ભોંયતળિયે અસ્ત્રા જેવાં ધારદાર તીરો ગીચોગીચ ગોઠવી દેવામાં આવેલાં હોય છે. અને તેમને પુષ્પોથી ઢાંકી દેવામાં આવેલા હોય છે) ત્યાંના ચંદ્ર, સૂર્ય, નક્ષત્રો અને તારાઓની ભૂમિ મેદ (ચરબી), માંસ, રૂધિર અને એવા દ્રવ્યના પાતળા પડથી આવરણ બનાવીને તેમજ રગડા જેવા તૈલી ઘટ્ટ પદાર્થથી ખરડીને લપસણી બનાવેલી હોય છે. આવાં નર્કો અશુદ્ધ, ધૃણા થાય એવી ગંઘવાળાં, શ્યામરંગનાં, તે ક્યાંક અગ્નિ જેવા રંગનાં, અત્યંત ખાડા ટેકરાવાળાં-ખરબચડાં, જેના પર ચાલવું મુશ્કેલ હોય એવાં, કંપારી છૂટે-ચીતરી ચડે એવાં ભયંકર હોય છે.' અને નર્કમાં આપવામાં આવતાં દુઃખો પણ ભયંકર હોય છે. જેમને - ૩૦ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy