________________
કિન્તુ કેવળ આ નામો પણ તેમની જીવન જીવવાની ઢબ અંગે આપણને કિંઈક ખ્યાલ આપે છે અને એક વિદ્વાન લેખક દ્વારા આપવામાં આવેલી આ યાદી હું અત્રે પ્રસ્તુત કરું છું. આ યાદી નીચે મુજબ છે : (1) મુંડા સાવકો : સાવલિંગના શિષ્યો (2) જાતકો કે જેઓ ગૂંથેલા વાળ રાખતા યતિઓ કે જેઓ બ્રાહ્મણો
હતા તેઓ તથા અન્ય શિષ્યો આમ કરતા કારણ કે આમ કરવા માટે સંન્યાસીઓ માટે નિયમ હતો. મોગાન્ધીલ્લો : ઘણું કરીને આ નામ તેના સ્થાપક ઉપરથી આવ્યું છે. કિન્તુ આપણે તેના વિશે અન્યથા કશું જ જાણતા નથી. તોડાન્તિકો : “બેવડો ધ્વજસ્તંભ ધરાવનારા' ઘણું કરીને આ નામ બૌદ્ધ સમાજે એવા પરિભ્રમણકર્તાઓ (જેઓ યતિઓ ન હતા)ને આપવામાં આવ્યું હતું કે જેઓ બ્રાહ્મણો હતાં. નિયમો અનુસાર તેમને તેમના વાળ ગૂંથવાની છૂટ ન હતી, પરંતુ કાં તો તેમનું મસ્તક સંપૂર્ણપણે બોડાવેલું રાખતા અથવા તો કેવળ શિખા બાકી રહે તે રીતે બોડાવતા. અવિરુદ્ધકો : “મિત્રો તેમના વિશે આપણી પાસે કોઈ વિગતો નથી અને તે કોઈ એક ખાસ સમાજનું ઉપનામ હોય તેમ જણાય છે. તે આપણને રાજા કોનીયની “અજાતસતું' એવા ઉપનામની યાદ
આપે છે. (6) ગોતમકોઃ “ગોતમના અનુયાયીઓ ઘણું કરીને તેઓ બુદ્ધના પિતરાઈ
ભાઈ દેવદત્તના અનુયાયીઓ હતા એમ ખાતરીપૂર્વક કહી શકાય. તેણે બૌદ્ધ સંપ્રદાયની વિરુદ્ધમાં આ સંપ્રદાયની સ્થાપના એવા આધાર ઉપર કરી હતી કે તે (બૌદ્ધસંપ્રદાય) આહાર અંગેના નીતિનિયમોની બાબતમાં નરમ (કડકાઈ વગરનો) છે અને યતિજીવનની કડકાઈની હિમાયત કરતો નથી. (આપણે તેમના વિશે સવિસ્તર તેને એક મહત્ત્વની શાખા ગણીને જોઈશું કે જે ધર્મભેદને કારણે ઉદ્દભવ પામી હતી. મહાવંશ અન્ય ઘણીશાખાઓની યાદી આપે છે કે જે સિદ્ધાર્થ ગૌતમના સિદ્ધાન્ત રૂપી છોડના મુખ્ય થડમાંથી મૂળભૂત રીતે ઉદ્ભવી
-
૪
-