________________
એ સમર્પિત કરતાં મને આ શક્તિ અને તક પૂરી પાડવા માટે ભગવાન શ્રી મહાવીરને આભાર સાથે હૃદયપૂર્વક વંદન કરું છું
નાગર નિરંજન આ જૈન સદગુણાને પરણ્યો એ ય કોઇ દિવ્ય યોગ! જોકે મારે કહેવુ જોઇએ કે આ ગ્રંથ૨ચનામાં મારી કશી અસર નથી. કારણકે આ સંશોધનકાર્ય પૂરુ થઇ ગયુ ત્યારે તો અમે પરણ્યા પણ ન હતા. હું તો પરણ્યા પછી ભણીને ગ્રેજ્યુએટ થઇ! એટલે લાગે છે કે મારા સમી જૈન વ્યકિતને આ નાગર હૃદયમાં તે આવો વિષય વિચારે તે અગાઉથી સ્થાપી દેવામા કોઇ અજ્ઞેય અને પુણ્યશાળી પરિબળો પ્રર્વતતા હશે! અને કદાચ આજે મનેય એ પરિબળોએ જ આવું પ્રકાશન કરવા પ્રેરી હશે! શી ખબર?
એ ‘અજ્ઞાત’ને હૃદયપૂર્વક પ્રણામ!
vi
-સદ્ગુણા ત્રિવેદી