________________
આપી. તેના પિતાએ પણ (તેના નિર્ણયમાં) ખલેલ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે મક્કમ રહ્યો અને છેવટે) તેને યતિનું જીવન પસંદ કરવા માટેની અનુમતિ આપી.
પરંતુ તેના વિશેની સૌથી મહત્ત્વની બાબત એ છે કે સર્વે તપસ્વીઓમાં તે મોખરાનું સ્થાન ધરાવતો હતો.
ત્યાર પછી મહાવીર ગજપુરીમાં આવ્યા. અહીં તેમણે ધર્મોપદેશ આપ્યા અને ઘણી વ્યક્તિઓને ધર્મના પથ ઉપર સ્થાપિત કરી અને ત્યાંથી તેઓ પોલાસપુર ગયા. પોલાસપુર : પોલાસપુરમાં સદ્ધાલપુત્ત નામનો એક કુંભાર રહેતો હતો. (તે ખૂબ શ્રીમંત હતો.) સદ્ધાલપુત્તે તેના ધંધામાં નામના મેળવી હતી. સદ્ધાલપુર અત્યંત ધનિક હતો અને ત્યાંના સ્થાનિક કોટટ્યાધિપતિઓમાંનો એક હતો. તે આજીવિકા સિદ્ધાંતોમાં માનતો હતો. તેની માન્યતામાં તે એટલો બધો ભક્તિ પરાયણ હતો કે તે અન્ય બધા પંથો એ બધા જ પાખંડીઓ છે એમ માનતો. તેની પત્ની અગ્નિમિત્રા પણ આજીવિકા સિદ્ધાંતોમાં માનતી હતી.
એકવાર જ્યારે સદ્ધાલપુખ્ત ગાઢ નિંદ્રા માણી રહ્યો હતો ત્યારે કેટલાક અન્ય દેવોએ તેને જણાવ્યું કે મહાન સર્વજ્ઞ બ્રાહ્મણ બીજે દિવસે આવવાના છે અને તેણે તેમને પોતાના ઘેર વહોરવા આવવા માટે આમંત્રણ આપવું જોઈએ. સદ્ધાલપુખ્ત વિચાર્યું કે તેના મહાન ગુરૂ મખાલીપુત્ત ગોશાલા તે દિવસે આવશે અને તેથી તે દિવસે તે ખૂબ વહેલો ઊઠ્યો. તે જ્યારે તૈયાર થતો હતો ત્યારે તેને જાણવા મળ્યું કે મહાન યતિ મહાવીર તે દિવસે પોલાસપુરમાં આવ્યા હતા. સદ્ધાલપત્તનો બધો જ ઉત્સાહ ઓસરી ગયો.
તે અવાક્ થઈ ગયો અને આવા સંજોગોમાં શું કરવું તેની તેને સૂઝ ન પડી. પરંતુ દેવે તેને જે કીધું હતું તે તેને યાદ આવ્યું અને તેણે મહાવીરને તદન ઔપચારિક આમંત્રણ આપ્યું.
મહાવીરે તેનું આમંત્રણ સ્વીકાર્યું અને તેની દુકાનમાં તેની સાથે રહ્યા. એકવાર જ્યારે સિદ્ધાલપુત્ત તેના કામમાં લીન હતો ત્યારે મહાવીરે તેને ઘડા કેવી રીતે બને છે તે અંગે પ્રશ્ન પૂછ્યો. સદ્દાલપુત્તે આખી પ્રક્રિયા તેમની સમક્ષ વર્ણવી. પછી મહાવીર બોલ્યા, “એ સત્ય નથી કે આ ઘડા
- ૧૫૧ -