SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ રાહ જોઈ રહી હતી. જેઓ હજી સુધી બલિદાન પ્રથાને મજબૂતીથી પકડી રહ્યા હતા તેઓ બહુ જ ઓછી સંખ્યામાં હતા અને તેઓ લુચ્ચા. કલંકિત માણસો હતા જેઓ ધર્મગુરુઓ સાથેના ધનેચ્છપ્રેરિત લાલચુ સાંઠગાંઠથી પોતે કરેલાં ખોટી કાર્યો ધોઈને પોતાના અંતરાત્માને શુદ્ધ કરવાની ઈચ્છા ધરાવતા હતા. મોટી સંખ્યામાં લોકો રોજિંદા વ્યવહારની પ્રવર્થમાન સ્થિતિમાં પરિવર્તનને આવકારવા માટે તૈયાર હતા. આત્મા : આ બાબત ત્યારે અસ્તિત્વમાં આવી કે જ્યારે બ્રાહ્મણોએ તેમની બલિદાન આપવાની પ્રથાના આધાર માટે નિશ્ચિતપૂર્વક જાહેર કર્યું કે પ્રત્યેક મનુષ્યના દેહની અંદરના ભાગમાં આત્મા ચોક્કસપણે અસ્તિત્વ ધરાવે છે અને તેની અંદર ઊંડું અને પૂરતા પ્રમાણમાં (આત્માની) જીવન અને ગતિનાં વર્ણનો રહેલાં છે અને તેને અત્યંત અસ્પષ્ટ પદો દ્વારા વર્ણવવામાં આવેલાં છે. આમ બૃહદ આરણ્યક પ્રકરણ-4 તેને (આત્માને) “અંગૂઠા જેટલા કદનો છે અને હૃદયના પોલાણમાં વસે છે એ રીતે વર્ણવેલ છે.” (આરંભનાં અટકળો અનુસાર તેને જવ કે ચોખાના કદ જેવડો છે એ રીતે વર્ણવવામાં આવલે છે.) 1 સંદર્ભ : Religions of India Page 192 2 Rhys Davids P.252 to 255 આપણને વિવિધ બ્રાહ્મણીય ધર્મગ્રંથોમાંથી અભિપ્રાયોની યાદી આપે છે જે આ બાબતની સારી સમજ આપે છે તેથી અહીં તે સંદર્ભનો મેં નિર્દેશ કર્યો છે. Sylvain Devi P.9 Doctrine of socritice Ch. 2, Brahmans (1989) quoted from Buddhist India Page. 241 તેને આ બધી વસ્તુઓ સાથે સરખાવવામાં આવેલ છે અને તેમ છતાં પણ તે અતુલનીય છે. તેને (સંદર્ભ : Brihad Aranyak IV. 4-5) ધૂમાડા જેવા રંગના ઊન સાથે, ચિકટ પદાર્થ સાથે, જ્વાળા સાથે, સફેદ કમળ (પોયણાં) સાથે, વીજળીના ઝબકારા સાથે, ધુમ્રવિહીન દીવા સાથે અને તે દિમાગની સભાનતા, શ્વાસ, નયનો, કર્ણો, ભૂગર્ભજળ, અગ્નિ, ઇથર, ઉષ્મા અને ઠંડી, ઈચ્છા અને અનિચ્છા, ક્રોધ અને અક્રોધ, બધીજ ચીજોના શબ્દમાં રહેલા કાનૂન અને અકાનૂન વગેરેથી બનેલો છે તે રીતે વર્ણવવામાં આવેલ છે. (તેના અંગેનું) સર્વોત્તમ વર્ણન એ નકારાત્મક - ૨૫૫ -
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy