SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ હતો. 11. ખાટકીઓનો એક વિશિષ્ટ વર્ગ હતો, જેમને હંમેશા સોપાકિ, અને વાંડા એવાં નામોથી સંબોધવામાં આવતા હતા. બાકીના લોકો તેમને તિરસ્કારની દષ્ટિએ જોતા. એવી નોંધ કરવામાં આવી છે કે બુદ્ધનું મૃત્યુ ગુન્ટ નામના કસાઈને ત્યાં ડુક્કરનું માંસ ખાવાથી થયું હતું.' 12. તે પછી વ્યાધ્રો અને પ્રાણીઓ પકડનારાઓ આવતા. રાજાઓ પણ આખેટના શોખીન હતા. અને જાતક કથાઓ પૈકીની એક દર્શાવે છે કે મૃગ અથવા સસલાનો શિકાર સૌથી વધારે શ્રેષ્ઠ ગણાતો. (આ ભૂમિના) આદિવાસીઓ કે જેઓ આર્ય આક્રમણકારોથી ડરી ગયા અને અરણ્યમાં નાસી ગયા તેમણે આ વ્યવસાય સ્વીકાર્યો. 18. તદુપરાંત એ જમાનામાં પાકશાસ્ત્રીઓ (રસોઈયાઓ) અને કંદોઈઓ (સુખડિયાઓ) પણ હતા. 14. કેશકર્તનકારો અને ચંપી કરનારાઓ પણ હતા. તેઓ મહેનતપૂર્વક પાઘડીઓ તૈયાર કરવાનું કૌશલ્ય પણ ધરાવતા હતા. સર્વે પ્રકારની શ્રેષ્ઠ વિવિધતા ધરાવતા મસ્તકના પોષકો (શિરત્રાણો) નો ઉદ્દભવ આ કેશકર્તનકારોને આભારી હતો. 16. પુષ્પ માળાઓ બનાવનારાઓ અને પુષ્પોના વ્યાપારીઓ પણ હતા, જેઓ ધાર્મિક બાબતોમાં પણ રસ ધરાવતા હતા. તેઓ સુંદર પુષ્પમાળાઓ બનાવતા હતા અને ખાસ કરીને રજાના દિવસોએ ખરીદ - વેચાણના સોદાઓ સારા પ્રમાણમાં કરતા હતા. 16. અત્યંત પ્રાચીન સમયથી વહાણવટુકરનારાઓને તેનાથી આનંદ પ્રાપ્ત થતો અને તે તેમનું મન બહેલાવવાનું સાધન હતું અને ગમે એટલાં સંકટો સામે પણ વારંવાર દરિયાઈ સફરે જવામાં તેઓ થાકતા નહીં. 17. વિદુષકો અને છાબ (ટોપલીઓ) બનાવનારાઓ પણ તેમના ધંધામાં પ્રવૃત્ત) હતા. 1 नरिंद जाई अहमा नराणां सोवाग जाई दुहओ गयाणं 2 Ajjuna malagara - Antaga dasao . chapter VI . - ૨૩૨૫
SR No.022851
Book TitleMahavir Charitra
Original Sutra AuthorN/A
AuthorNiranjan U Trivedi
PublisherSadguna Niranjan Trivedi
Publication Year2010
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy