Book Title: Mahavir Charitra
Author(s): Niranjan U Trivedi
Publisher: Sadguna Niranjan Trivedi

View full book text
Previous | Next

Page 454
________________ જ્યાં તે મનુષ્ય તરીકે વર્તતા હતા ત્યાં ચોક્કસપણે તેમની પાસે દવી શક્તિઓ હોવા છતાં તેઓ, જ્યાં પોતાના ગુરુમાં જ દલીલો દ્વારા રસ ધરાવતા હોય તેવા શિષ્યોને પણ તેઓ પોતાની શક્તિઓની મદદથી) બચાવતા નહીં અને તેઓ ગોસાલકાના રોષનો કમનસીબ ભોગ બન્યા હતા. કોઈપણ કિસ્સામાં તેમણે તેમની પ્રાપ્ત શક્તિઓનો ઉપયોગ કર્યો નહીં. ચમત્કારિક શક્તિઓના ઉપયોગ વડે તેમણે કદી પોતાનું અંગત મહત્ત્વ વધાર્યું ન હતું. તેઓ પોતે પણ ગોસાલકાના આક્રમણથી તદ્દન અસરરહિત રહી શક્યા ન હતા અને તેમાંથી સાજા થવા માટે સમર્થ દેવી શક્તિઓનો ઉપયોગ કર્યો ન હતો, પરંતુ રેવતીના ઘેરથી કાળજીપૂર્વક લાવવામાં આવેલી દવાનો ઉપયોગ કર્યો હતો. તીવ્ર પીડાના કિસ્સામાં તેઓ પણ મોટેથી વેદનાની ચીસો પાડતા. ગામડિયાઓએ જ્યારે તેમને ફટકાર્યા ત્યારે, જાસૂસ તરીકે તેમને જ્યારે પકડવામાં આવ્યા ત્યારે અને ચોર તરીકે ગણીને જ્યારે તેમને કારાગૃહમાં પૂર્યા ત્યારે તેઓએ તેમાંથી મુક્ત થવા માટે પણ તેમણે તેમની ચમત્કારિક શક્તિઓનો ઉપયોગ કર્યો ન હતો. તેમને જ્યારે કૂવામાં કૂદી પડવાનો આદેશ આપવામાં આવ્યો ત્યારે પણ નહીં. અજ્ઞાની મનુષ્યો અને ઘમંડી દેવતાઓના હાથે તેમને અપાયેલી પીડાઓ તેમણે શાંતિથી અને ઠંડકથી સહન કરી. ચમત્કારો એ કોઈક એવી વસ્ત હતી કે જેને તેઓ અત્યંત ધિક્કારતા. ચમત્કારોના ઉપયોગથી વધારે અનુયાયીઓ મેળવવાની તેમણે ક્યારેય ઈચ્છા કરી ન હતી. તેઓ એ જ બાબતોનો ઉપદેશ આપતા કે જેનો તેમણે પ્રત્યક્ષ રીતે સાક્ષાત્કાર કર્યો હોય અને તેમ છતાં પણ એ જ બાબતોમાં જુદાંજુદાં દષ્ટિબિંદુઓ હોવાની શક્યતાને તેમણે નકારી ન હતી. સત્ય એ સાપેક્ષ છે અને તે ઘણીબધી શક્યતાઓને માન્ય કરે છે. એક જ બાબતને જુદા દૃષ્ટિકોણથી જોવામાં આવે તો તે અલગ દષ્ટિબિંદુ રજૂ કરે છે. એક સમજુ અને વિચારશીલ મનુષ્ય તરીકે તેમણે એવા જ પાસાનો ઉપદેશ આપ્યો હતો કે જે પાસાનો તેમણે પ્રત્યક્ષ સાક્ષાત્કાર કર્યો. આપણે એવો નિર્ણય લેવાનું હવે વલણ ધરાવીએ છીએ કે બધાં જ દષ્ટિબિંદુથી એક મનુષ્ય હતા. પરંતુ તેમને કેટલાક ચોક્કસ અતિ માનવીય ગુણોની બક્ષિસ મળેલી હતી. આપણે તેમને દેવી મનુષ્ય કહી - ૪૩૧ -

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462