Book Title: Mahavir Charitra
Author(s): Niranjan U Trivedi
Publisher: Sadguna Niranjan Trivedi

View full book text
Previous | Next

Page 451
________________ (4) જે આહાર તેઓ લેતા તેનું અદૃશ્યમાનપણું. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ધર્મોપદેશક તરીકે અગિયાર વિશિષ્ટ ગુણો પ્રાપ્ત કર્યા હતા. (1) જે સ્થળે વરદાની પુરૂષ ઉપદેશ આપતા તે સ્થળમાં અસંખ્ય માણસોનો સમાવેશ થઈ શકતો. (2) વરદાની પુરૂષ કેવળ એક જ ભાષામાં ઉપદેશ આપતા, (અર્ધમાગધીમાં) તેમ છતાં લોકો તેમની પોતપોતાની ભાષાઓમાં તેને સમજી જતા. (૩) મસ્તક પાછળ તેઓ ચળકતું આભામંડળ ધરાવતા હતા. * તેમણે યુવાન મહાવીરને ગૂઢાર્થવાળા ગહન પ્રશ્નો પૂછ્યા કે જે તેમના ગુરુ માટે પણ સમજવા અત્યંત મુશ્કેલ હતા. આ ગૂઢ પ્રશ્નોના મહાવીરે આપેલા વિદ્વતાપૂર્ણ ઉત્તરો તેમનાં માબાપ તેમજ ગુરુ માટે આંખ ઉઘાડનારા હતા. (4) તેઓ જ્યાં આવતાં ત્યાંથી પચીસ યોજનના પરિસરમાંથી રોગો દૂર ભાગી જતા. (5) દરેક પ્રકારની શત્રુતા શમી જતી. (6) કાતરા, ઉંદરો વગેરેને લીધે પેદા થતી આફતો ઉદ્ભવતી ન હતી. (7) પ્રાણઘાતક ચેપી રોગો, દુષ્કાળ, અતિવૃષ્ટિ, તોફાની વાતાવરણ વગેરે નાબૂદ થઈ જતાં. 8, 9, 10, 11 યુદ્ધનો ભય રહેતો નહીં. મહાવીરની સેવામાં હાજર રહેલા દેવો નીચે મુજબનાં ચમત્કારી કાર્યો કરતાં : (1) તેઓ ધર્મપંથના ચક્રને ફરતું રાખે છે. (2) તેઓ બંને બાજુ, રક્ષકોને ફરતા રાખે છે. (૩) તેઓ સ્ફટિકનું સિંહાસન લાવે છે. (4) તેઓ તેમના મસ્તક ઉપર ત્રણ છત્ર ધરી રાખે છે. (5) તેઓ ધ્વજને રત્નોથી શણગારીને આકાશમાં ઊંચે ઉડતો રાખે છે. (6) તેઓ મહાવીરની આગળ તેમના પગ મૂકવા માટે સોનેરી ગુલાબોનું સર્જન કરે છે. ~826~

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462