________________
જ્યારે આ અંગે સાંભળ્યું ત્યારે તેના ઉપર તેની ઊંડી અસર થઈ અને તેથી તે વિલાપ કરવા અને રડવા લાગ્યો. મહાવીરે દૂરથી આ સાંભળ્યું. તેમણે તેને બોલાવવાનો આદેશ આપ્યો. તેમણે તેને દિલાસો આપ્યો કે તેઓ આટલા જલદી અવસાન પામશે નહીં અને પોતે બીજાં સોળ વર્ષ વધારે જીવશે. આમ કહીને તેમણે એક ગૃહસ્થની રેવતી નામની પત્નીને ત્યાંથી દવા (આહાર) લાવવાનો આદેશ આપ્યો.
ગૌતમ ઈન્દ્રભૂતિ પછી મહત્ત્વની વ્યક્તિ તરીકે સુધર્મા સ્વામી આવે છે. તેઓ આ બધામાં સૌથી વધારે જીવ્યા હતા અને ધર્મપંથની પરંપરાઓનું સંરક્ષણ કરવાનું માન તેમના ફાળે જાય છે. આ અગિયાર શિષ્યોએ તેમના પોતાના સિદ્ધાંતો રજૂ કર્યા, જે ગણધારાવાદ તરીકે ઓળખાય છે. આ જ રીતે મહિલા શિષ્યોમાં મુખ્ય ચંદના હતી.*
શિષ્યો પણ બધા જ એક જ પ્રકારના ન હતા, જે બધા જ કંઈ સારી રીતભાતવાળા, સારા મિજાજવાળા અથવા ઉમદા દિલવાળા અને હૃદયથી ભલા ન હતા. તેમાંના કેટલાક તેમને ચીડવવા અને તેમની કસોટી કરવા માટે આવ્યા હતા, જ્યારે અન્ય કેટલાક કેવળ દુન્યવી લાભો મેળવવા માટે જ તેમની પૂજા કરતા હતા અને આવા લોકો તેમનો ઉદ્દેશ્ય સિદ્ધ થાય કે તરત જ તેમનો અનાદર કરતા હતા, પરંતુ આ બધા જ સંજોગોમાં પણ તેમના મહાવીરના) મુખેથી કોઈ જ ખરાબ શબ્દ બોલાયો ન હતો. તેઓ હંમેશાં શાંત અને સ્વસ્થ રહેતા. તેઓ તેમના વિરોધીઓ સાથેના વ્યવહારમાં પણ ક્યારેય ક્રોધિત થતા નહીં. એમાં કોઈ જ આશ્ચર્ય નથી કે આવા મનુષ્યને કેવળ એમના શિષ્યો જ નહીં, પરંતુ દેવો, રાજાઓ અને મનુષ્યો એકસમાન રીતે ચાહતા અને પૂજ્યભાવ દાખવતા. અલબત્ત મહાવીરને નિસંદેહ ગૌતમ ઈન્દ્રભૂતિ માટે કૂણી લાગણી હતી, પરંતુ તેમણે તૈમના શિષ્યો સાથેના વ્યવહારમાં તેમાંના કોઈપણ પ્રત્યે પક્ષપાતી વલણ દાખવ્યું ન હતું. તેમના ખાસ પ્રીતિપાત્ર શિષ્યોએ પણ તેમના ગેરવર્તન માટે આજીજીપૂર્વક માફી માગવી પડતી હતી.* 1 આનંદ નામના એકગૃહસ્થને મહાવીરના સિદ્ધાંતોમાં શ્રદ્ધા હતી, અને તેણે જોકે
ગૃહસ્થાશ્રમનો ત્યાગ કર્યો ન હતો તેમ છતાં પણ તે ગૃહસ્થો માટે નક્કી કરવામાં આવેલા આદેશોનું પાલન કરતો હતો. વધુમાં તે અગિયાર પ્રતિમાઓનો પણ
- ૨૧