________________
તે જ રીતે તેમણે ગૃહસ્થોને પણ તેમણે મુક્ત અને પ્રશંસાની લહાણી કરી હતી. જાહેર સભાઓમાં પણ વારંવાર તેઓ પુણ્યશીલ ગૃહસ્થોનાં દષ્ટાંત ભવ્ય રીતે ઉદાહરણ તરીકે ટાંકતા કે જેમણે સફળતાપૂર્વક પાખંડી ખ્યાલો સાથે ટક્કર લેવા માટે શક્તિમાન બન્યા હતા અને આ રીતે ઉન્નત જીવન તરફ કૂચ કરવા માટે તેઓ પોતાના શિષ્યોને પ્રેરણા આપતા.*
મહાવીર તેમના શિષ્યોને કંઈક સારું કરવા માટે પ્રેરણા આપતા, તેમનામાં ઉત્સાહ રેડતા, તેમને માર્ગદર્શન આપતા, આવશ્યકતા ઊભી થાય ત્યારે તેમને ચેતવણી પણ આપતા અને આમ તેમને ધર્મમય જીવનના તાત્પર્ય-ઉદેશને પ્રાપ્તક કરવામાં તેમજ જે હેતુ માટે તેમણે આરામ અને સુખસગવડભર્યા ગૃહસ્થજીવનનો ત્યાગ કરીને સંન્યાસીનું કઠિન જીવન જીવવા માંડ્યું હતું તેને સિદ્ધ કરવામાં તેઓ તેમને મદદરૂપ થતા. '
- હવે પછી પ્રશ્ન એ ઊભો થાય છે કે મહાવીર મનુષ્ય હતા કે અતિમાનુષી - અલૌકિક - દેવી વ્યક્તિ હતા. મહાવીર : મનુષ્ય કે અતિમાનુષી અલૌકિક વ્યક્તિ :
ઉપસંહાર : આપણી યાત્રાનો અંત સમીપ હોવાથી હવે આપણે એ પ્રશ્નને ઉકેલવા પ્રયત્ન કરીશું કે જો હવે આપણે સામનો કરવાનો છે અને જે સાચી રીતે માનવસહજ જિજ્ઞાસાને ઉશ્કેરે છે કે આપણા નાયક મનુષ્ય હતા કે અતિમાનુષી અલૌકિક વ્યક્તિ હતા. આવા અગત્યના વિવાદાસ્પદ મુદ્દા વિશે અભિપ્રાય રજૂ કરતાં પહેલાં આપણે મહાવીરના જીવનના સઘળ મહત્ત્વના પ્રસંગોનું વિહંગાવલોકન કરીશું. આપણી તપાસ બે બાબતો ઉપર આધારિત હશે. પ્રથમ તો પરંપરાગત વાર્તાકારોનું મનોવિશ્લેષણ અને બીજું તેમના જીવનમાં બનેલા અગત્યના પ્રસંગોનું વિહંગાવલોકન. અને આપણે જે ઉત્તર આપવાનો પસંદ કરીએ તે ઉપરોક્ત બંને બાબતોમાંથી મળેલાં પરિણામોની મર્યાદામાં રહીને આપવામાં આવે.
જો આપણે તપાસના આ બે મુદાઓ પૈકી પ્રથમ ઉપર આવીએ તો વાર્તાકારની ભક્તિભાવભરી આંખ સઘળા બનાવોને સંપૂર્ણ રીતે ભક્તિમય, ગૂઢ અને તેમાં અતિમાનવીય દેવી રંગો ભરીને જુએ છે અને એ રીતે જ વર્ણવે છે. તેઓ મહાવીરને ઊંચી દૃષ્ટિએ જુએ છે અને તેઓ અતિમાનવીય - દૈવી ગુણો ધરાવતા જ હોવા જોઈએ એમ કહ્યું છે અને