________________
મહાવરો કરતો હતો. આ પ્રતિમાઓના મહાવરાને લીધે અને પવિત્ર ધાર્મિક જીવન જીવવાના કારણે તે જીવન અને મૃત્યુ બંનેમાં તે અસામાન્ય બની રહ્યો અને થોડાક જ સમયમાં તેણે અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યું. જોકે ગૌતમે તે માનવાની ના પાડી અને તે અંગે મહાવીરને પૂછ્યું. મહાવીરે તેમ છતાં કહ્યું કે આવી વસ્તુ શક્ય નથી અને તેનામાં અવિશ્વાસ રાખવા બદલ ગૌતમે આનંદની માફી માગવી જોઈએ.
ચંદનાની વાર્તા અગાઉ આપવામાં આવી છે. (સોમિલ બ્રાહ્મણ - ભગવતીશતક 18, ઉદ્દેશક દસ).
જ્યારે કોઈ ગૃહસ્થ મહાવીરની કે તેમના સિદ્ધાન્તની પ્રશંસા કરતી વખતે હર્ષાવેશમાં આવી જાય અને ઉત્સાહપૂર્વક સંસારત્યાગની પોતાની આતુરતા દર્શાવે ત્યારે મહાવીર વિશિષ્ટ રીતે, તેમના જેવા અન્ય આદર્શ ધર્મોપદેશકોની જેમ પ્રત્યુત્તર આપતા અને કહેતા, ‘તને જેમાં આનંદ આવે તે કર. ઢીલ કરીશ નહીં.’ જો કોઈ શ્રમણ મહાવીરના ધર્મપંથથી પોતાની જાતની થાકેલી કે કંટાળેલી અનુભવે અને મહાવીર પાસે ધર્મપંથનો ત્યાગ કરવાની અનુમતિ માગે ત્યારે પણ મહાવીર શાંતિપૂર્વક તેને અનુમતિ
આપતા.
આવી બાબતોથી તેઓ ભાગ્યે જ અસ્વસ્થ બનેલા જોઈ શકાતા. તેઓ ક્યારેય તેમનાથી વિદાય લેતા લોકો પ્રત્યે પણ ખરાબ શબ્દ બોલતા નહીં. તેમ છતાં જો ગૃહવિહીન સંન્યાસી માટેની પ્રતિજ્ઞાઓનો સ્વીકાર કર્યા પછી પણ કોઈ શ્રમણ તેને માટે ઉમંગ અને ઉત્સાહની ઉણપ દર્શાવે અથવા ગૃહસ્થજીવન માટે ઈચ્છા ધરાવે તો તે મહાવીર માટે તાકીદનું કાર્ય બની જાય અને શક્ય બધાં જ સાધનો વડે તેઓ તેને ઠેકાણે લાવવા માટે પ્રયત્ન કરતા. આ માટે તેઓ તેના ગત જન્મોનું વારંવાર ગૌરવપ્રદ શબ્દોમાં વર્ણન
કરતા.*
મહાવીર લાયક વ્યક્તિઓ માટે પ્રશંસાના શબ્દો ઉચ્ચારવામાં ક્યારેય કચાશ દાખવતા નહીં. શ્રેણિક બિંબિસાર સાથેની વાતચીત દરમ્યાન આનંદપૂર્વક નિશ્ચિતરૂપે જાહેર કર્યું કે સધળા ચૌદ હજાર શ્રમણોમાં ધન્યાએ ઉત્તમ સંન્યાસી જીવનનું આચરણ કર્યું હતું અને આકરામાં આકરી તપશ્ચર્યાઓ આચરી હતી.
જે રીતે તેમણે શ્રમણોની મહાનતા નિશ્ચયપૂર્વક જાહેર કરી હતી
૪૨૨૨