________________
() જેમનું જ્ઞાન મહાવીરના લીધે સમૃદ્ધ થયું હોય તેવા - (8) રાજા દ્વારા આપવામાં આવતી સુવિધાઓના પરિણામે જેમણે
સંસારત્યાગ કર્યો હોય તેવા (9) જેઓ તેમના મહાવીરના) દ્વારા પ્રશ્નમાલિકથી પ્રભાવિત
થયા હોય તેવા (10) જેમણે આડકતરી રીતે અથવા ભેટ સોગાદો મેળવીને અથવા
મહાવીરની પ્રશંસા સાંભળીને ધર્મપરિવર્તન કર્યું હોય તેવા. આપણે ઘણાં એક જ પ્રકારનાં બિબાઢાળ ધર્મપરિવર્તનોને બાજુએ રાખીએ તો એ નિશ્ચિત થાય છે કે ધર્મના પ્રચાર-પ્રસારના ઈતિહાસના દષ્ટિબિંદુથી આ ધર્મપરિવર્તનો એક રસપ્રદ અભ્યાસ સ્વરૂપ બને છે. એ યાદ રાખવું જોઈએ કે જીવનના અંત સુધી, જીવનના છેલ્લા શ્વાસ સુધી ઉપદેશ આપ્યો હતો અને ઉપદેશ આપવાનું ચાલુ રાખ્યું હતું. જ્યારે કોઈ સામાન્ય મનુષ્ય કે રાજાને મહાવીરને જોવાની અને તેમને આદર આપવાની ઉત્કટ ઈચ્છા થાય તેમના તેડાના પ્રત્યુત્તરમાં તેઓ ત્યાં અવશ્ય હાજર થતા હતા. તેઓ ખૂબ લાંબા અંતરની મુસાફરી કરતા. ઉપદેશ આપવાના હેતુથી તેઓ ઘણે દૂર દૂર સુધી પ્રવાસ કરતા. ચંડકૌશિકનો પ્રસંગ એ તેમની આ હેતુ માટેની ચઢિયાતી પ્રતિબદ્ધતા દર્શાવે છે.
મહાવીર અને શિષ્યો : તેમના શિષ્યો સાથેના સંબંધોમાં મહાવીર સંપૂર્ણપણે સફળ હતા. તેઓ તેમના શિષ્યોને વહાલપૂર્વક ચાહતા હતા અને બદલામાં તેમના તરફથી તેમને અપૂર્વ આદર પ્રાપ્ત થયો હતો. તેમના શિષ્યોના કલ્યાણમાં જ કેવળ તેમનો રસ કેન્દ્રિત થયેલો હતો. આ શિષ્યોમાંના મુખ્ય અગિયાર બ્રાહ્મણો હતા કે જેમનું કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી તરત જ તેમણે ધર્મપરિવર્તન કરાવ્યું હતું. તેમણે જ્યારે અપાપાનગરની મુલાકાત લીધી હતી ત્યારે આમ બન્યું હતું. આ અગિયાર શિષ્યો પૈકી સૌથી વધારે મહત્ત્વના ઇન્દ્રભૂતિ ગૌતમ અને સુધર્યા હતા. તેમાંનો પ્રથમ અત્યંત ભાગ્યવાન હતો કારણ કે તે તેના ગુરુનો સૌથી વધારે પ્રિય શિષ્ય હોવાનો દાવો કરી શકતો હતો. તેઓનો એકબીજા પ્રત્યેનો પ્રેમ ગૌતમ બુદ્ધ અને આનંદ વચ્ચેના પ્રેમ જેવો જ ધ્યાનાકર્ષક હતો. તેના વિષેનો એક હૃદયસ્પર્શી બનાવે ધર્મગ્રંથોમાં નોંધાયેલો છે.
- ૧૯ -