________________
દાવો કરી શકે કે આવી આદરણીયતા સર્વે ગુરુઓ માટે અનિવાર્ય હતી. તેણે આવો આદર પ્રાપ્ત કરવા માટે લાયક હોય તેને જ સાંભળવાની દરકાર કરે છે. અને એક ઉપદેશકને કેવળ અભ્યાસ લોકો પાસેથી ઊંચો અભિપ્રાય અને આદર પ્રાપ્ત કરવામાં મદદરૂપ થઈ શકશે નહીં. લોકો ઈચ્છે છે તે નિષ્કલંક ભવ્ય જીવન છે, જે તેમને માટે દષ્ટાંતરૂપ બની શકે. પ્રામાણિકપણું અને ઉચ્ચ ચારિત્ર્ય ધરાવતો મનુષ્ય તેમના દ્વારા પૂજાય છે. મહાવીરે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પહેલાં મહાવીરે ગત જન્મોના સઘળા દુર્ગુણોમાંથી પોતાની જાતને મુક્ત કરી હતી અને સઘળા નબળાઓનો પણ ત્યાગ કર્યો હતો. મહાવીર મહાવીર અત્યંત દૂરદર્શી હતા અને તેથી તેઓ એ હકીકત ભૂલી શકે એમ ન હતા કે એક તળાવ ભરીને કરેલા ઉપદેશો કરતાં એક ઑસ જેટલું આચરણ એ વધારે ઉત્તમ છે. તેમના સમગ્ર જીવન દરમિયાન તેમણે એ માટે અત્યંત શ્રમ ઉઠાવ્યો કે તેઓ પોતે શ્રમણો માટેના સઘળા નિયમોનું ચુસ્ત આચરણ કરે કે જેની રચના તેમણે પોતે કરી હતી. સમગ્રતયા એમનું જીવન શ્રમણો માટે એક નમૂનેદાર પાનું હતું કે જેઓ વધારે ઉદાત્ત જીવન માટે મથામણ કરતા હતા. તેમણે તેમના પગલે જે ચાલે તેમના માટે વિપુલ સંતોષ પેદા કર્યો હતો અને તેમનું જીવન તેમને માટે (શ્રમણો માટે) પ્રેરણાના શાશ્વત સ્રોત સમાન હતું.
શૈલી : પદ્ધતિ : સમગ્રતયા બધા લોકો કંઈ એક જ પ્રકારનું માનસિક સામર્થ્ય ધરાવતા હોતા નથી. સાક્ષાત્કારનું ગહન સત્ય એ બધા માટે સરળ નથી. મહાવીર કે જે તેને સંપૂર્ણપણે પામ્યા હતા, સાક્ષાત્કાર કર્યો હતો તેમણે કેવળ મોટા લોક સમુદાયો સમજી શકે એવી ભાષા વિક્સાવી હતી એટલું જ નહીં, પરંતુ એવી શૈલી પદ્ધતિ પણ વિકસાવી હતી કે જે તેમને આકર્ષક લાગે. ટૂંકા અને જુસ્સાદાર કથનો અને બંધબેસતી પ્રસંગકથાઓ દ્વારા લોકોના મનનું સમાધાન કરાવનારી અનન્ય શૈલી તેમની પાસે હતી. આવી પ્રસંગકથાઓની મદદથી ધર્મના કેટલાક ગૂંચવણભર્યા મુદ્દાઓ અતિ બુદ્ધિશાળી વ્યક્તિઓ માટે પણ સમજવા મુશ્કેલ હતા. તેમને તેઓ તદ્દન સ્પષ્ટ કરી દેતા હતા. આવી પ્રસંગકથાઓ 'Gnata Dharma Katha' નામના ગ્રંથમાં એકીસાથે ગ્રંથસ્થ કરવામાં આવી છે. તે ખરેખર બુદ્ધિયુક્ત પ્રસંગકથાઓનો એક અનન્ય સંગ્રહ છે અને
- ૪૧૭ -