Book Title: Mahavir Charitra
Author(s): Niranjan U Trivedi
Publisher: Sadguna Niranjan Trivedi

View full book text
Previous | Next

Page 441
________________ અત્યંત રસપ્રદ વાંચન તે પૂરું પાડે છે. આ પ્રસંગકથાઓનો ખ્યાલ આપવા માટે મેં આવી પાંચ પ્રસંગકથાઓ પસંદ કરીને પરિશિષ્ટમાં મૂકી છે. મહાવીર પ્રેમાળ ગુરુ હતા, તેઓ હંમેશાં શિષ્યોને મદદરૂપ થવા માટે આતુર રહેતા. તેઓ લગાતાર કામ કરતા અને ઉપદેશ આપતા. ચોમાસાના ચાર મહિના સિવાય તેઓ આખા વર્ષ દરમિયાન આમ કરતા હતા અને ચોમાસાના ચાર મહિના માટે તેઓ શાંત-એકાંત સ્થળે વાસ કરતા હતા, કે જ્યાં મનુષ્યોની અવરજવર ન હોય. દયાળું મનુષ્ય હોવાને કારણે આ જગતની બેડીઓ તોડવામાં તેઓ અનેકોને મદદ કરતા. સહજ રીતે તેમણે ઘણી મોટી સંખ્યામાં ધર્મપરિવર્તનો કરાવ્યાં હતાં જે તેમને માટે ગૌરવરૂપ હતું. પરંતુ એ નોંધવું જોઈએ કે તેમણે આ બધાં જ ધર્મ પરિવર્તનો દરમિયાન ચમત્કારોનો આશ્રય લીધો ન હતો. દુન્યવી લાભો માટે તેમણે દરકાર કરી ન હતી. જો તેમણે કંઈ દરકાર કરી હોય તો તે શ્રેષ્ઠ, ચડિયાતા અને ઉન્નત જીવન બનાવવાનો બીજા જગતનો લાભ મેળવવાની હતી. આવાં ઘર્મપરિવર્તનો વિવિધ જૂથો માટે કરાવવામાં આવ્યાં હતાં અને તેમનું નીચે મુજબ વર્ગીકરણ કરવામાં આવ્યું હતું ? (A) મહાવીરે પોતે કરાવેલાં ધર્મપરિવર્તનો (B) તેમના શિષ્યોએ કરાવેલાં ધર્મપરિવર્તનો આવાં જૂથો નીચે આપ્યાં છે : (1) તેઓ કે જેમણે મહાવીરના ઉપદેશથી સંતુષ્ટ થઈને ગૃહવિહીન જીવન સ્વીકાર્યું હતું. આરામ અને વૈભવના એશઆરામી જીવનથી થાકી ગયા હોય તેવા સગાંવહાલાં અને મિત્રો તરફથી મહેણાં મારવામાં આવ્યાં હોય તેના પરિણામે મહાવીરની ખ્યાતિ અને ભવ્યતાને લીધે ધર્મપરિવર્તન કર્યું હોય તેવા (5) યુદ્ધની થકાવટના કારણે (6) જેમણે રાજકીય પરિસ્થિતિમાંથી છટકી જવા માટે સંસારત્યાગ કર્યો હોય તેવા (દા.ત. મૃગાવતી) - ૪૧૮ -

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462