________________
અને જેઓ દલીલો કરવામાં અત્યંત વિદ્વતા ધરાવતા હોય ત્યાં ઊતારો કરવાનું પસંદ કરતા ન હતા કારણ કે બુદ્ધિયુક્ત દલીલોમાં કરવામાં મહાવીરને તેમનાથી પરાજિત થવાનો ભય રહેતો હતો.
આ મુદ્દા માટે સિદાલ પુત્તની ઘટના એ એક ઉદાહરણ છે: P. 350
સિદાલપુર એ ગોસાલકાનો એક ભક્તિપરાયણ અનુયાયી હતો અને તે સંપૂર્ણપણે દેવવાદી હતો. એકવાર જ્યારે તે કોઈ એક વાટિકામાં બેઠો હતો અને સમાધિ (ધ્યાનકેન્દ્રીકરણ)નું પરમ સુખ માણતો હતો ત્યારે કોઈ એક દેવે તેને કહ્યું કે પછીના દિવસે એક મનુષ્ય તેની મુલાકાત લેશે કે જે દેવોના જેટલો જ પૂજાને યોગ્ય હશે અને ત્યારે તેણે તેનો આદરપૂર્વક સત્કાર કરવો જોઈએ. તેણે એમ વિચાર્યું કે તેનો ગુરુ ગોસાલકા ત્યાં આવશે, પરંતુ પછીના દિવસે તેણે જોયું કે તે નવાગંતુક ગોસાલકા ન હતો, પરંતુ કોઈ અન્ય વ્યક્તિ હતી ત્યારે તે ચોક્કસપણે નિરાશ થઈ ગયો. તેમ છતાં દેવની સૂચના અનુસાર મહાવીરે જ્યારે તેની સાથે વાતચીત કરી ત્યારે તે થોડોક મહાવીરની તરફ ઢળી ગયો અને તેણે તેમને પોતાને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું. સિદાલપુત્ત માટીના ઘડા બનાવવામાં વ્યસ્ત હતો ત્યારે મહાવીરે તેને પૂછ્યું કે આ ઘડા કેવી રીતે તૈયાર થાય છે? તેણે તેમની સમક્ષ આખી યે પ્રક્રિયા વર્ણવી ત્યારે મહાવીરે તેને પૂછ્યું કે આ ઘડાની બનાવટ પ્રયત્ન માગી લે છે કે તે માત્ર જેમાં પ્રયત્ન કે શક્તિની જરૂરિયાત ન હોય તેવી કુદરતી પ્રક્રિયાનું પરિણામ છે? મહાવીર શું કહેવા માગે છે તે સિદાલપુત્ત સમજી ગયો, પરંતુ જે સિદ્ધાંતે તેના હૃદયમાં ઊંડાં મૂળ નાંખેલાં હતાં તેને તે વળગી રહ્યો અને ઉત્તર વાળ્યો છે કે અગાઉથી નિશ્ચિત થયા મુજબ જ તે બન્યું છે. મહાવીરે થોડાક મૂંઝાયા અને પછી તેમણે એમ કહીને સિદાલપુરનો સામનો કર્યો કે શું તું એવી વ્યક્તિને શિક્ષા કરી શકે કે જે તારા બનાવેલા આ ઘડા લઈ જાય અથવા ફેંકી દે અથવા તોડી નાંખે ? સિદાલપુત્તે હકારમાં ઉત્તર વાળ્યો અને મહાવીર તે એમ જ કરે એમ ઈચ્છતા હતા. પછી મહાવીરે તેને પૂછ્યું કે તેણે શા માટે વ્યક્તિને શિક્ષા કરવી જોઈએ કે જેણે આ રીતે તેને આ રીતે નુકસાન પહોંચાડ્યું હોય, કે જો દરેક વસ્તુ તેના કુદરતી ક્રમમાં બનતી હોય અને તેને માટે કોઈપણ વ્યક્તિ
=
૧૫ જ