________________
એક આદર્શ શિક્ષક : ધર્મોપદેશક : ગુરુ
પોતાની વેધક બુદ્ધિમત્તાને લીધે મહાવીર જાણતા હતા કે કોઈ એક સાધુની માનસિક અને નૈતિક ઉન્નતિ માટે એક આદર્શ ગુરુ અનિવાર્ય છે. મહાવીરે સ્થાપેલો ધર્મ એ કંઈ ગુલાબોની શય્યા સમાન ન હતો. ચુસ્ત રીતે સંયમી જીવન જીવવું, તપશ્ચર્યા કરવી અને સાધુત્વનું કઠોર જીવન જીવવું એ નવા ધર્મપરિવર્તન કરેલા નિગ્રંથ માટે ઉપરોક્ત બધી જ બાબતોનું આચરણ કરવું એ કંઈ સહેલી ત્રંબાબત નથી. એક શ્રમણ માટે આ બધી બાબતોને લીધે એક ઉત્તમ માર્ગદર્શકની આવશ્યકતા પેદા થઈ. મહાવીર આ અંગે સારી રીતે જાણતા હતા, અને તેથી જ ગુરુ અને શિષ્ય વચ્ચે સાચી રીતના સંબંધો જળવાય તે માટે તેમણે નિયમોના એક સમુદાયની રચના કરી હતી.
સઘળાં સજીવ પ્રાણીઓ તેમના અસ્તિત્વના વર્તમાન સ્વરૂપ માટે તેમનાં કર્મોથી બંધાયેલાં છે અને તેને સુધારવાની ઉત્તમ તક એ વર્તમાન સમય છે. એક સારા મનુષ્યે સંપ્રદાયમાં તેનાં પોતાનાં કર્તવ્યો બજાવવા માટે તેના ગુરુ સાથે લાંબા સમય સુધી રહેવાનું હોય છે. જે વ્યક્તિ તેના ગુરુ સાથે રહી શકતી નથી, તેના દુન્યવી અસ્તિત્વનો કંઈ અંત આવી જતો નથી, કારણ કે ઘણા સિદ્ધાંતવિહીન મનુષ્યો કોઈ નવાસવા બિન અનુભવીને ફોસલાવીને અનીતિના માર્ગે લઈ જશે અને ધાનકાઓની જેમ તેઓ તેમને તેમના પોતાના નિયંત્રણ હેઠળ લઈ લેશે. આ ધાનકાઓ કે જેઓ પક્ષીઓનાં ધ્રૂજતા, ગભરાયેલાં અને ઝીણા પાંખો ફફડાવતાં નાનાં બચ્ચાંઓ કે જેમની પાંખો જ હજી, વૃદ્ધિ પામી નથી તેમને પકડીને લઈ જાય છે.
શિષ્યના પક્ષે ઘમંડી વલણ સુધારણાની ને આંતરિક ઉન્નતિની સઘળી શક્યતાઓનો છેદ ઉડાડી દે છે અને આ શિષ્યો કે જેઓ ઉપર ક્રોધની ઝટ અસર થાય છે તેમને નીચેના શબ્દોમાં ચેવતીની નોંધ પાઠવે છે, “જ્યારે યુવાન અથવા વૃદ્ધ સંન્યાસી દ્વારા ઉપદેશાયેલા કે જેઓ તેમના જેટલી જ અથવા તેમનાથી વધારે ઉંમર ધરાવતા હતા અને જેઓ વિષયવાસનાથી સંપૂર્ણપણે મુક્ત હતા તેમની સામે તેમણે શીઘ્રતાથી
~ ૪૦૯ ×