Book Title: Mahavir Charitra
Author(s): Niranjan U Trivedi
Publisher: Sadguna Niranjan Trivedi

View full book text
Previous | Next

Page 435
________________ કાપીને અલગ કરી શકતો હોવો જોઈએ. નબળા લોકસમુદાયના માનસને પ્રકાશિત કરવા માટે શક્તિમાન હોવો જોઈએ. કિન્તુ આ સર્વથીયે ઉપર હોય એવી બાબત એ છે કે તેનામાં ઉપદેશ આપવાની ઈચ્છાશક્તિ હોવી જોઈએ. તેણે અત્યંત આતુરતા અને ઈંતેજારીપૂર્વક મોટા માનવ સમુદાયોને તેણે જેનું દર્શન કર્યું છે, સાક્ષાત્કાર કર્યો છે અને જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેની ઝાંખી કરાવવાની ઉત્કટ ઈચ્છા કરવી જોઈએ. પ્રથમ ત્રણ આવશ્યકતાઓ કોઈ એક ગુરુને સફળ બનાવે છે. એ કેવળ આંતરિક ઉત્કટ ઈચ્છા જ છે કે જે તેને આદર્શ ગુરુની અત્યંત ઉચ્ચ કક્ષાએ દોરી જાય છે. કોઈ ગુરુ જે આદર્શ વિહોણો હોય તે મોટા લોક સમુદાયો માટે કદાય સફળ ગુરુ બની શકે, પરંતુ એવો ગુરુ કે જેની પાસે કંઈક આપવાલાયક છે, અને તે પૂર્ણ રીતે આપવા માટે આતુર છે તેજ કેવળ આદર્શ ગુરુ કહેવડાવવાની લાયકાત ધરાવે છે. તે જોકે દુન્યવી અર્થમાં ક્યારેક સફળ થતો નથી અથવા સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરી શકતો નથી. - ઉપરોક્તમાં ચર્ચાના પ્રકાશમાં આપણે મહાવીરના આદર્શ ગુરુ હોવાના દાવાનો કાળજીપૂર્વક વિચાર કરવાનો પ્રયત્ન કરીશું. ચુંબકીય વ્યક્તિત્વ ઃ આદર્શ ગુરુની પ્રથમ મહત્ત્વની જરૂરિયાત અંગે ચર્ચા કરતી વખતે આપણે ભાગ્યે જ એ હકીકતની ઉપેક્ષા કરી શકીએ કે તે જમાનામાં કોઈ એક ધાર્મિક આગેવાનની સફળતા મહદ્અંશે તેમના શક્તિશાળી વ્યક્તિત્વને કારણે હતી, અને મહાવીર પણ આમાં અપવાદરૂપ ન હતા. કોઈ ડહોળાયેલા મગજવાળા ધર્મપંથમાં નવા જ દાખલ થયેલા, આદરહીન એવા મનુષ્યના મનનું સમાધાન કરવા માટે કેવળ તેમની ઉપસ્થિતિ જ પર્યાપ્ત હતી. આપણા માટે એ આશ્ચર્યકારક નથી કે જ્યારે આપણે વાંચીએ છીએ કે કોઈ એક સ્ત્રી કે જે દેવને ભોગ આપવા માટે આવી હતી તેણીએ આ એકાંતવાસી સંન્યાસીમાં વધારે લાયકાતવાળું વ્યક્તિત્વ જોયું હતું. પ્રાચીન ધર્મગ્રંથોના લેખકો તેમને માટે મજબૂત શરીર સૌષ્ઠવ હોવાનો, શિયાળાની કાતિલ ઠંડી સામે અને અન્ય સઘળી કઠિનતાઓ સામે ટકી રહેવા માટે શક્તિમાન હોવાનો દાવો કરે છે. એક ભરવાડ દ્વારા તેમના પ્રત્યે કરવામાં આવેલો સૂર વ્યવહાર કે જેણે પોતાના બળદો તેમને સાચવવા માટે આપ્યા હતા તે અને સાથે સાથે - ૪૧૦ -

Loading...

Page Navigation
1 ... 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462