________________
માટે આવો પ્રશ્ન તદન સરળ છે, અને તે તેમને માટે જરાય હાસ્યાસ્પદ કે મુર્ખામીભર્યો નથી, કારણ કે કોઈ એમ કહેશે કે મહાવીર એ કેવળ અત્યંત પારમિતા - શ્રેષ્ઠતા ધરાવતા આદર્શ ગુરુ જ નહતા, પરંતુ જો તેઓ આવા નહોતા તો તેઓ કશું જ ન હતા. જો કોઈ તેમનામાં આદર્શ ગુરુ ન શોધી શકે તો તે તેમને સમજવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે.
ભવાટવીમાં ભૂલે પડેલી વ્યક્તિ માટે ગુરુ એ તો પથ સંશોધક છે. તે ધાર્મિક ઊંચાઈઓની પ્રાપ્તિઓ ઉપર ચડવા માટેની સીડી છે, કે જે તેના શિષ્યો માટે તે હોવો જોઈએ.
ઉત્તમ ગુરુ માટે એ આવશ્યક છે કે તેણે નીચે મુજબના મહત્ત્વના અને અનિવાર્ય ગુણોથી સંપન્ન હોવું જોઈએ અને તેથી આપણે તેમને એક ઉત્તમ ગુરુનાં અનિવાર્ય લક્ષણો તરીકે ઓળખીશું.
પ્રથમ તો તે ચુંબકીય વ્યક્તિત્વથી સંપન્ન હોવો જોઈએ કે જે તેને લોકોનાં હૃદય જીતી લેવા માટે તેમજ તેના વિરોધીઓ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે શક્તિમાન બનાવશે.
બીજું કે તેને અસ્ફટ વાણીની બક્ષિસ મળેલી હોવી જોઈએ. તેની વાણી જો કે કોઈની નિંદાથી કે અસત્ય ભાષણથી પર હોવી જોઈએ કે જેથી તે લોકોના હૃદયોનાં ઊંડાણોને સ્પર્શવાની શક્તિ ધરાવતી હોય અને તેમને દુન્યવી નબળાઈઓથી ક્યાંય ઊંચે ઊંચકી લેવાની શક્તિ ધરાવતી હોય તેમજ એક સંન્યાસીના સગુણી જીવનના મધુબિંદુઓનો સ્વાદ લેવા માટે તેમને સક્ષમ બનાવતી હોય.
તેની વાણીની શક્તિ પોતે ગમે એટલી વખાણવા લાયક હોય, પરંતુ તેનાથી કોઈ અગત્યનો હેતુ ન સરતો હોય તો તે નિષ્ફળ બની જાય છે. તેથી તેની વાણી શક્તિશાળી હોવા ઉપરાંત એક ગુરુની પાસે એવું કંઈક કહેવાનું પણ હોવું જોઈએ કે જે વાસ્તવમાં વિચારપ્રેરક હોય. બીજા શબ્દોમાં વિચારપ્રેરક હોય. બીજા શબ્દોમાં કહીએ તો તેની પાસે એવો કોઈ સંદેશ હોવો જોઈએ કે જે લોકોના મોટા સમુદાયો સમક્ષ ખુલ્લો મૂકી શકાય. તે જ્ઞાનના રત્નનો ગૌરવશાળી માલિક હોવો જોઈએ. લોકોનાં હૃદયોમાં છુપાઈને બેઠેલા સંદેહોનું તે નિરાકરણ લાવી શકતો હોવો જોઈએ અને અજ્ઞાની લોકો ગૂંચવાડામાં નાખતા ધર્મના મૂંઝવતા એવા અઘરા મુદ્દાઓને
- ૧૧ -