________________
પ્રત્યુત્તર પાઠવવો જોઈએ નહીં. જો કોઈના દ્વારા તેની ભૂલ સુધારવામાં આવે, કે જે ભૂલ સુધારનાર યુવાન હોય કે વૃદ્ધ, અથવા કોઈ મહિલા સેવિકા (ગુલામ) હોય કે જે હલકા પ્રકારનાં કાર્યો કરવામાં રોકાયેલી હોય છે, અથવા કોઈ બરણી લઈને જતી હોય તેવી વ્યક્તિ હોય અથવા કોઈ ગૃહસ્થ હોય, તો એ સર્વે પ્રત્યે તેણે ક્રોધિત થવું જોઈએ નહીં અથવા તેમને કોઈ નુકસાન પહોંચાડવું જોઈએ નહીં અથવા તેમની પ્રત્યે એક પણ સખત શબ્દનો ઉપયોગ કરવો જોઈએ નહીં, પરંતુ તેણે એ જ પાપકર્મ ફરીથી ન થાય તેનું તેમને વચન આપવું જોઈએ, કંઈક ખોટું કરવા કરતાં આ બાબત વધારે સારી છે. એથી ઊલટું અરણ્યમાં માર્ગ ભૂલેલા એવા તેને જે કોઈ સાચા માર્ગે લાવતા હોય તે બધાં પ્રત્યે તેણે આભારની લાગણી વ્યક્ત કરવી જોઈએ. એક સંન્યાસી કે જે પોતે ભયરહિત માનસ ધરાવતો હોય તો પણ તેણે નમ્ર બનવું જોઈએ.1
શિષ્યો માટે આટલું બધું કહેવાયું તો ગુરુનું શું? જો કોઈ આલિયો, માલિયો અને જમાલિયો ઉપદેશ આપવાનું શરૂ કરે તો તે ઘણાં ધાર્મિક સિદ્ધાંતોનો સમુદાય બનાવશે, ધર્મપંથના ગૂંચવાડા ભરેલા મુદ્દાઓને તે સમજાવ્યા વગરના છોડી દેશે અને તેની પાસેથી ઊંચી અપેક્ષા રાખનારા આતુર એવા મોટા સમુદાયમાં સંતાપ પેદા કરશે. જેમણે સત્યનો સાક્ષાત્કાર કર્યો છે અને જેઓ પવિત્ર જીવન જીવ્યા છે, સિદ્ધાંતોનું આચરણ કર્યું છે અને અસ્તિત્વના મહાસાગરને પાર કર્યો છે તેઓ જ ગુરુ તરીકેનું વિશેષણ ધારણ કરવાનો દાવો સાચી રીતે કરી શકે. 1 ગ્રંથો ગા ગ્ગારાના લાયકાત વગરના શિષ્યોનો નિર્દેશ કરે છે કે જેઓ અસમર્થ
બળદોની જેમ ધર્મની ધૂંસરી ખેંચવા માટે શક્તિમાન નથી અર્થાત નવા શિષ્યોને સલાહસૂચનો આપવા માટે શક્તિમાન નથી.
જેઓ અસ્તિત્વના મહાસાગરમાં એક બાદ એક મોજાંઓ ઉપર તેમનાં પોતાનાં કર્મો દ્વારા ફંગોળાયેલા છે તેમને માટે એક ઉત્તમ ગુરુ એ એક આશ્રયસ્થાન છે, રક્ષણ માટેના સ્થાન તરીકેનો એક દ્વીપ છે.
શું મહાવીર એક નવા ધર્મપંથના કેવળ એક સ્થાપક હતા અથવા તો તેઓ એક આદર્શ ગુરુ હતા એ એક પ્રશ્ન છે કે જે પૂછવા માટે કોઈપણ વ્યક્તિ લલચાય છે, પરંતુ જેઓ ધર્મગ્રંથોમાં સારી વિદ્વતા ધરાવે છે તેમને
૦૪૧૦