________________
અને કેટલાક એવા પણ હતા અને આવા તો ઘણા બધા હતા) કે જેમને માટે તેમના ઉપદેશો પ્રકાશ પેટાવનારા હતા. આવા લોકો જાહેરાત કરશે કે, “હે વરદાની પુરૂષ! મને આપના ઉપદેશો ગમ્યા છે, અને તેમાં શ્રદ્ધા છે, મને તેમની પ્રત્યે રસઅભિરૂચિ છે - વિશિષ્ટ લગાવ છે, મને તેમાં વિશ્વાસ છે, તેમણે મારા મનને આનંદિત બનાવ્યું છે, હું ધર્મપંથમાં દાખલ થવાની ખાતરીપૂર્વક દરખાસ્ત મૂકું છું, હે વરદાની પુરૂષ! આપે જે જાહેર કર્યું છે (ઉપદેશ), તે સત્ય છે અને અન્ય કશું જ સત્ય નથી. હું સંસારનો ત્યાગ કરવાની દરખાસ્ત કરું છું અને હું આપનો શિષ્ય બનું છું. હે ઈશ્વરના પ્રિય! કૃપા કરીને ત્યાં સુધી રાહ જુઓ કે જ્યાં સુધી હું મારાં માતા-પિતાની અનુમતિ મેળવી લઉં. (અને જો તે કોઈ રાજવી હોય તો તે કહેશે કે જ્યાં સુધી હું મારા પુત્રનો રાજગાદી ઉપર રાજયાભિષેક ન કરું ત્યાં સુધી આપ રાહ જુઓ. કેટલાક કિસ્સાઓમાં તેના જ્યેષ્ઠ પુત્રની સામે જ્યેષ્ઠ પુત્ર તરીકે કોઈ સંબંધીને તૈયાર કરવામાં આવતો હતો કારણ કે રાજવીને લાગતું હતું કે રાજા બનવાથી તેનો જ્યેષ્ઠ પુત્ર જન્મ જન્માંતરોના ચક્રમાં ચિરકાળ સુધી ચાલુ રહેશે, અને આવું જ કંઈક ઉદાયીની વાર્તામાં બને છે.)
વરદાની પુરૂષ કહેશે, “તમને જે આનંદ આપે એવું કરો. તેમાં કોઈ જ વિલંબ કરશો નહિ. વિદાય લેતો સદસ્ય તેનાં માતાપિતાની સમક્ષ તેની ઈચ્છા જાહેર કરશે, અને તેનો (માતાપિતા) અત્યંત દયાજનક રીતે તેને તેમની પોતાની પાસે રહેવાની પ્રાર્થના કરશે. કેટલીક વાર તેનાં માતાપિતાની અવેજીમાં રાજા પણ પોતાની દરમ્યાનગીરી કરશે અને રક્ષણ પૂરું પાડવાની દરખાસ્ત કરશે. પરંતુ વિદાય લેતો સદસ્ય માનવજન્મની અનિશ્ચિતતા વિશે દલીલ કરતાં કહેશે કે માનવજીવન એ તો કુશા પાસ પર ઝૂલતાં ઝાકળબિંદુઓ જેવું છે. કોણ કેવા સ્વરૂપે અવસાન પામશેશિશુ તરીકે, બાળક તરીકે, કિશોર તરીકે કે પુખ્ત મનુષ્ય તરીકે, તે કોઈ જાણતું નથી. માનવજન્મ એ વિરલ હતો છેવટે તો દરેક વસ્તુ અહીંની અહીં છોડીને જવાનું છે. જ્યારે માતાપિતાને લાગ્યું કે તેને સમજાવવાના સઘળો પ્રયત્નો અશક્ય હતા ત્યારે તેઓ તેને અનુમતી આપશે અને તેને ધર્મપંથને ચુસ્તપણે વળગી રહેવા માટે પ્રાર્થના કરશે. અને એ પછીના સોપાન તરીકે તેઓ તેના સંસાર ત્યાગના કાર્યની અત્યંત ભવ્યતાપૂર્વક ઉજવણી કરશે. કેટલાક અત્યંત રસપ્રદ સંવાદો પણ આના સંદર્ભમાં છે, મેં આવો જ એક સંવાદ અગાઉ રજૂ કર્યો છે, પરંતુ રસપ્રદ અને હૃદય સ્પર્શી સંવાદ ઉરિગાના પુત્ર રાજા નેમિનો સંવાદ છે. (Page-85)
- ૪૦૮૦