Book Title: Mahavir Charitra
Author(s): Niranjan U Trivedi
Publisher: Sadguna Niranjan Trivedi

View full book text
Previous | Next

Page 430
________________ કેજે મહાન સ્નાન છે, જેની ઋષિઓએ પ્રશંસા કરી છે, જેમાં દષ્ટાઓ સ્નાન કરે છે અને પવિત્ર અને શુદ્ધ બને છે, તેઓ સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરે છે.” આ વાર્તાલાપ સ્પષ્ટપણે દર્શાવે છે કે બાહ્ય સાદગી અને આંતરિક પવિત્રતા જૈન ધર્મપંથનું કેન્દ્ર રચે છે. પ્રત્યેકદુન્યવી ક્રિયાઓ કરવાનું મહાવીર કહેતા નથી. પરંતુ તેઓ તે સર્વનો ત્યાગ કરવાનું કહે છે. નિગ્રંથ ધર્મપંથ પ્રત્યેક સંન્યાસીને ત્યાગ કરવાનું યાદ કરાવે છે. જેમાં સગાં સંબંધીઓનો ત્યાગ અને સમિતિઓ અને ગુપ્તીઓની મદદથી આંતરિક પવિત્રતાનું સંવર્ધન કરવા માટે તેના પોતાના દેહનો પણ ત્યાગ કરવાનું પણ તે યાદ કરાવે છે, અને આમાં જ મહાન વિજય પ્રાપ્ત કરવાનો માર્ગ રહેલો છે. 1 આ સામાન્ય રીતે આ બાબત નીચે મુજબ બને છે. મહાવીર પોતે નગરથી અત્યંત નજીક પણ નહીં અને અત્યંત દૂર પણ નહીં એવી જગ્યાએ આવેલી ચેતનવંતી (લીલીછમ) વાટિકામાં આશ્રય લેતા હતા. તેમના વિશે જાણકારી પ્રાપ્ત કરવા માટે લોકો ત્યાં આવતા. તેઓ ઘણી મોટી સંખ્યામાં તેમની પાસે ટોળાબંધ આવતા હતા. મહાવીર તેમને તમામ દુન્યવી ચીજોની અશાશ્વતતાક્ષણભંગુરતા અંગે ઉપદેશ આપતા હતા અને દુન્યવી આનંદ-પ્રમોદીની તરફેણમાં અને વિરોધમાં રહેલી બાબતોને સારી રીતે ધ્યાનમાં લઈને માનવજન્મનો સર્વોત્તમ ઉપયોગ કરવાની તેમને પ્રેરણા આપતા હતા. મહાવીરે આ આંતરિક પવિત્રતા ઉપર અત્યંત ભાર મૂક્યો હતો કે જેથી તેમણે દૈનિક પરિક્રમણ કરવાનો આદેશ આપ્યો હતો કે જે તેમના ધર્મ સંપ્રદાયનું એકદમ અલગ એવું વિશિષ્ટ લક્ષણ હતું. સંન્યાસીઓને તેના દ્વારા તેમના પોતાના મનમાં ઊંડા ઊતરવાની આવશ્યકતા જણાતી હતી તેમ જ તેઓ પોતાની આખાયે દિવસ દરમ્યાનની પ્રવૃત્તિઓની તેમના વડીલ સંન્યાસીની સમક્ષ કબૂલાત કરતા. મહાવીરના અવસાન થયે ઘણો સમય વીતી જવા છતાં હજી પણ તેમના શિષ્યો એવી જ તપશ્ચર્યા કરતા હતા, એવી જ પ્રતિજ્ઞાઓનું પાલન કરતા હતા, એવા જ પ્રકારની શિસ્ત જાળવી રાખતા હતા, એવા જ પ્રકારની પવિત્રતા ટકાવી રાખતા હતા, કારણ કે હવે જિન પોતે હયાત ન હતા તેમ છતાં પણ તેમને માર્ગ દર્શાવવા માટે અત્યંત ઊંચા દરજ્જાવાળા માર્ગદર્શક (અદશ્ય સ્વરૂપે) ત્યાં ઉપસ્થિત હતા. - ૪૦૦ ૦

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462