________________
(તેમના ધર્મપંથ પૂરતીજ). બ્રાહ્મણધર્મના પાછળથી લખાયેલા ગ્રંથમાં પણ બલિદાનોને નબળી નૌકાઓ તરીકે ગણવામાં આવ્યાં હતાં. બૌદ્ધો પણ આવાં બલિદાનો તરફ તિરસ્કૃત અને હલકી દૃષ્ટિથી જોતા હતા.
“બલિદાન-સ્તંભ સાથે પ્રાણીઓને બાંધવાની ક્રિયા તેમજ આવાં બલિદાનો સઘળા વેદો અનુસાર પાપનાં કારણો બને છે અને તેઓ પાપાચરણ કરનારને બચાવી શકાતા નથી.” આવું જૈન ગ્રંથોમાં ભાવવાહી રીતે દર્શાવવામાં આવ્યું છે.
જૈન સાધુઓ પૈકીના એકને કોઈ એક બ્રાહ્મણ દ્વારા પૂછવામાં આવ્યું હતું :- ““તમારો અગ્નિ ક્યાં છે? તમારો અગ્નિકુંડ ક્યાં છે? તમારી બલિદાન આપવાની વેદી ક્યાં છે? તેમાં હવિ-ઈંધણ તરીકે વપરાતા ગાયનાં સૂકાં છાણાં ક્યાં છે? આ સઘળી ચીજો વગર એક યતિ કયા પ્રકારનો પૂજારી બની શકે ? અગ્નિને તમે શાનો બલિ અર્પણ કરવાના છો ?”
આ પ્રશ્નના ઉત્તરમાં નિર્ગથે કહ્યું,
તપ એ મારો અગ્નિ છે, જિંદગી એ મારો અગ્નિકુંડ છે, સાચોકઠિન પરિશ્રમ એ મારી બલિદાન માટેની વેદી છે, મારી કાયા એ ગાયનાં સૂકાં છાણાં છે, કર્મ એ મારો હવિ-ઈંધણ છે, પોતાની જાત ઉપરનું નિયંત્રણ, સખત પરિશ્રમ અને સ્વસ્થતા એ મારાં બલિદાનો છે, જેની સંતોએ પ્રશંસા કરી છે અને આ બિલિદાનો) હું અર્પણ કરું છું.”
બ્રાહ્મણ એક વાર ફરીથી પૂછે છે :
“તમારું જળાશય ક્યાં છે અને તમારી સ્નાન કરવાની પવિત્ર જગ્યા ક્યાં છે? તમે તમારાં બલિદાનો કેવી રીતે અર્પણ કરો છો અથવા અશુદ્ધતાને કેવી રીતે દૂર કરો છો ? બલિદાનોને અટકાવનારા હે સંન્યાસી! અમને કહો કે તમને યક્ષો પણ શાથી આદર આપે છે? એ અમે તમારી પાસેથી શીખવાની ઈચ્છા રાખીએ છીએ.”
ધર્મપંથના નિયમો એ મારું જળાશય છે, બ્રહ્મચર્ય એ મારી સ્નાન કરવાની પવિત્ર જગ્યા છે, જે જરાયે કાદવવાળી નથી, આત્મા માટે તે સમગ્રતયા શુદ્ધ છે, હું ત્યાં બલિ આપું છું, જે પવિત્ર, શુદ્ધ અને સંપૂર્ણપણે શીતળ છે, હું ધિક્કાર (અથવા અપવિત્રતા) માંથી મુક્તિ મેળવું છું.”
“સ્નાનના નિષ્ણાત (અમારા ગુરૂએ) એવું સ્નાન શોધી કાઢ્યું છે