________________
હકીકતો કઢાવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહિ. એવું ચુસ્તપણે નક્કી કરવામાં આવ્યું હતું કે કોઈ સંન્યાસીએ ભોજન માટેનું આમંત્રણ સ્વીકારવું જોઈએ નહિ, કે ખાસ કરીને તેમને માટે જ તૈયાર કરવામાં આવેલી કોઈ જ ચીજવસ્તુ સ્વીકારવી જોઈએ નહિ. આમ જોકે સંન્યાસીઓને ગૃહસ્થોના સદ્ભાવ-શુભેચ્છા ઉપર જ આધાર રાખવો પડે છે, તેમ છતાં પણ સંન્યાસીઓએ પોતાની દુન્યવી અપેક્ષાઓની પરિપૂર્તિ માટે તેમના સદ્ભાવને પોતાની તરફેણમાં વાળવાનાં કૃત્યો કરવા જોઈએ નહિ.
આરંભથી તે અંત સુધી જૈન ધર્મ લોકોના હૃદયોને સ્પર્શતો રહ્યો હતો અને તેથી સર્વ પ્રકારના ભપકા અને ઠાઠમાઠવાળા ઉત્સવો અને ધાર્મિક વિધિઓને તેમાંથી રૂખસદ આપવામાં આવી હતી. તેમના માટે ગૃહત્યાગ એ જ એકમાત્ર ભપકાદાર અને ઠાઠમાઠયુક્ત ઉત્સવ હતો. આજ પ્રથમ અને અંતિમ પ્રસંગ હતો કે જેની ગૃહસ્થો ઉજવણી કરી શકતા હતા. આ અંતિમ પ્રસંગ હતો કે જ્યારે ગૃહસ્થો તેમના પરિવારના તેમનાથી વિદાય લેતા સદસ્ય સાથે મોજમજા અને ઉજાણી કરી શકતા હતા. તેઓ તેની અત્યંત ભવ્ય રીતે ઉજવણી કરતા હતા. એક વિશાળ સરઘસ કાઢવામાં આવતું હતું અને સંસારત્યાગના પ્રસંગને કોઈ એક રાજાનો રાજ્યાભિષેક થતો હોય તે રીતે ઉજવવામાં આવતો હતો. આ ઉજવણીના અંતમાં તેના ગુરૂની સમક્ષ મજબૂત હાથોની મુઠ્ઠીઓ વડે તેના કેશનું મોચન કરવામાં આવતું હતું. આમ દશ્યમાન ક્રિયાઓની મદદથી તેને ભાન કરાવવામાં આવતું હતું કે હવે પછી પોતાના દેહ માટે તેણે કશું જ કરવાનું રહેતું નથી. તેનો દેહ તો કેવળ એક નૌકા જેવી છે, જેની મદદથી આત્માને નિર્વાણના સામા કાંઠે લઈ જવામાં ઉપયોગી બને છે, કિન્તુ તે તો કેવળ
એક નૌકા જ છે, અને અન્ય કશું જ નહિ. | (સંસારમાંથી વિદાય લેતા સદસ્યોએ નવા ધર્મપંથ પ્રત્યેની પ્રતિબદ્ધતા તેમજ સંન્યાસી માટેની પાંચ પ્રતિજ્ઞાઓને સ્વીકારવાનું કાર્ય કરવું પડતું હતું, જે નીચે મુજબ છે : (1) આ સૃષ્ટિમાં રહેલાં સઘળાં પ્રાણીઓ પ્રત્યે બિનપક્ષપાતી રહેવું, પછી
તે મિત્રો હોય કે શત્રુઓ હોય, અને સમગ્ર જીવન પર્યંત સજીવ પ્રાણીઓને ઈજા પહોંચાડવાથી દૂર રહેવું.
૨૪૦૪ -