________________
છે કે, “હે બંધુ ! તુ તારી જાત સાથે યુદ્ધ કર. તારે અન્યો સાથે યુદ્ધ કરવાની શી જરૂર છે ? પોતાની જાત કરતાં વધારે સારો શત્રુ ભાગ્યે જ મળશે, અને તેથી તારી પોતાની જાત સાથે જ યુદ્ધ કર.” અચરંગ - 5
કોઈ વ્યક્તિ પોતાની જાતને જીતી શકે તે તેના કાળજીપૂર્વકના શુદ્ધ જીવન જીવવાને કારણે છે. આ ઉદ્દેશ્ય માટે મહાવીર વર્ધમાને સમિતિઓ અને ગુપ્તીઓનો આદેશ આપ્યો છે. સમિતિઓની સંખ્યા પાંચની છે અને તેઓ ભ્રમણ કરવામાં જાગરૂકતા, વાણીમાં જાગરૂકતા, ભિક્ષાયાચનામાં જાગરૂકતા, ધાર્મિક પ્રવૃત્તિઓ માટે આવશ્યક ચીજવસ્તુઓ તેમની તપાસ કર્યા પછી જ પોતાની પાસે રાખવામાં જરૂરી જાગરૂક્તા અને છેલ્લે અવરજવર વગરની એકાંત જગ્યામાં અમલમાં મૂકવામાં આવતી કુદરતી પ્રક્રિયાઓમાં જાગરૂક્તા વગેરે સાથે સંબંધ ધરાવે છે. વધુમાં ગુપ્તીઓ ત્રણ છે : (1) મનોગુપ્તિ અર્થાત્ કામવાસના યુક્ત આનંદોના અરણ્યમાં ભ્રમણ કરતા મનને ધ્યાનમાં વ્યસ્ત કરીને તેને આવું ભ્રમણ કરતા અટકાવવું. (2) વાક્યુપ્તી અર્થાત્ ખરાબ વસ્તુઓ બોલતી જીવાને શાંતિની પ્રતિજ્ઞાની મદદથી તેમ કરતી અટકાવવી (3) કાયગુપ્તી અર્થાત્ કાયાને સ્થિર ધ્યાનમય સ્થિતિમાં મૂકવી.
આમ સમિતિઓ અને ગુપ્તીઓના આચરણ દ્વારા એક આદર્શ સંન્યાસી પોતાની જાતને ઉન્નત કરી શકે, કર્મોને વિરામ આપી શકે અને સંસાર ઉપર પૂર્ણવિરામ મૂકી શકે.
હવે પછી આપણે ગૃહસ્થો અને સામાન્ય સ્ત્રીઓના બનેલા ભક્તોના ખાસ વર્ગ વિશે જોઈશું. આ વર્ગમાં એવા લોકો આવે છે તે જેમને નિગ્રંથોના સંપ્રદાય વિશે કોઈ શંકાઓ, કુશંકાઓ કે અવિશ્વાસ નથી, જેમણે તેનો અર્થ ગ્રહણ કર્યો છે, તેનો અર્થ સમજવામાં પ્રભુત્વ મેળવ્યું છે. તેના અર્થ વિશે માહિતી મેળવી છે, તેનો અર્થ સુનિશ્ચિત કર્યો છે અને તેનો અર્થ તેઓ સમજ્યા છે, તેમનાં અસ્થિઓની અસ્થિમજજા નિગ્રંથોના સંપ્રદાય માટેના સ્નેહ વડે ભેદાયેલી છે, તદુપરાંત (તેમને જ્ઞાન છે કે તે એકલો જ સંપ્રદાય સત્ય છે અને બાકીના બધા વ્યર્થ છે. તેમણે તેમના દરવાજાના આગળા ઉપર કરીને ખોલી નાખ્યા છે અને બારણાં ઉઘાડાં રાખ્યાં છે,
- ૪૦૧ -