________________
કરીને ચતુર્ભાગીય પ્રતિજ્ઞાઓનો અમલ કરનારાઓ અને પંચમાર્ગીય પ્રતિજ્ઞાઓનો અમલ કરનારાઓ વચ્ચે હતા અને હવે આ મતભેદો વધારે ઊંડા બન્યા. આ ખાઈ જે અગાઉ પણ અસ્તિત્વ ધરાવતી હતી તે ધર્મના સ્થાપકના અવસાન પછી વધુ પહોળી બની. આદરણીય સંન્યાસીઓ દ્વારા આ ખાઈ ઉપર સેતુ બાંધવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા, જે સદંતર નિષ્ફળ ગયા. આવા સંજોગોમાં ધર્મપંથના નિયમો એ અંતિમ આશ્રય સ્થાન હતું અને તેથી ધર્મ પરિવર્તન કરીને આવેલા નવા સંન્યાસીઓને સંપ્રદાયમાં યોગ્ય રીતે સ્થિર કરવા માટે ધર્મપંથના નિયમોની શ્રેષ્ઠતા, સદ્વર્તનની અગત્ય અને બુદ્ધિયુક્ત વાર્તાલાપ વગેરેનો ઉપયોગ કરીને પ્રયત્નો કરવામાં આવ્યાં. મોક્ષ કે જે નિર્વાણની સમીપ છે તેની તરફ લઈ જવા માટે ગોત્ર, ધનસંપત્તિ અને બાહ્ય નિશાનીઓ કંઈ કામ લાગતી નથી. તેને માટે જે અગત્યની છે તે આંતરિક પવિત્રતા છે. વૃક્ષની છાલ અને બકરીની ત્વચાનું વસ્ત્ર નગ્નતા, વાંકડિયા વાળ કે મૂંડાવેલું મસ્તક જેવાં બાહ્ય ચિહ્નો એ સઘળું પાપાચારી સંન્યાસીને બચાવી શકેશે નહિ.
પાપચારી ભલે એક સાધુ કે ભિક્ષુ હોય, પરંતુ તેને નર્કની પ્રાપ્તિ અવશ્ય થશે. પરંતુ એક પવિત્ર મનુષ્ય, ભલે તે સંન્યાસી હોય કે ગૃહસ્થ હોય પરંતુ તેને સ્વર્ગની પ્રાપ્તિ થશે. જે વ્યક્તિ પોતાના હલનચલન તેની વાણી તેની ભિક્ષા યાચના, તેને મળેલી ચીજવસ્તુઓ, સંન્યાસી માટે આવશ્યક હોય એટલી જ ચીજો રાખવાનો આગ્રહ અને તેના આરામપ્રિય સ્વભાવ ઉપર સતત ધ્યાન નહીં આપે તે માલિકે (મહાવીરે) નિર્ધારિત કરેલા માર્ગને અનુસરી શકશે નહિ. એવી વ્યક્તિ કે જે લાંબા સમયથી માથે ટકો મૂંડો કરાવીને રહેતી હોય તેમજ ઈન્દ્રિયદમનનું આચરણ કરતી હોય, પરંતુ પ્રતિજ્ઞાઓ (નિયમો) નું આચરણ કરવામાં બેકાળજી રાખતી હોય તેમજ તપશ્ચર્યા અને પોતાની જાતને નિયંત્રણની અવગણના કરતી હોય, તે જીવનના યુદ્ધમાં વિજેતા બની શકશે નહિ. તે બળપૂર્વક વાળેલી મુઠ્ઠી જેવો ખાલી છે. (તેની કોઈ જ કિંમત નથી) તે છાપ વગરના ખોટા કાર્દાપણ જેવો અથવા ભૂરાશ પડતા લીલા રંગના પીરોજ નામના રત્ન ને મળતા આવતા કાચના ટુકડા જેવો છે. વિવેકી મનુષ્યો દ્વારા તેને કોમળતાથી પકડી રાખવામાં આવે છે. એવી વ્યક્તિ કે જે પોતાના
- ૩૯ -