________________
ભરણપોષણનાં સાધનો તરીકેના વ્યવસાય રૂપે, બાહ્ય ચિહ્નો ઉપર વધારે ભાર મૂકે છે. તે પાપનું આચરણ કરનાર તરીકેનું લક્ષણ ધરાવે છે. જે વ્યક્તિ પોતાની જાતનું નિયંત્રણ કરી શકતી નથી અને છતાં એમ કરવાનો ડોળ કરે છે તે ચિરકાળ પર્યત દુઃખમાં ડૂબી જશે. જે રીતે કાલકૂટ નામનું વિષ તેને જે પીએ છે તેની હત્યા કરી દે છે, જે રીતે અણઘડ રીતે ઉપયોગમાં લીધેલું શસ્ત્ર તેને કાપી કાઢે છે, જે રીતે વેતાલ તેને દબાવી દેવામાં ન આવે તો સામેની વ્યક્તિની હત્યા કરે છે, તે જ રીતે ધર્મપંથનો કાયદો જે વ્યક્તિ તેને વિષયલોલુપતા સાથે ભેળવી દે છે તેને અવશ્ય નુકસાન કરે છે. ધર્મમય મનુષ્યનાં વિવિધ બાહ્ય ચિહ્નો એટલા માટે ધર્મસંપ્રદાયમાં દાખલ કરવામાં આવ્યાં છે કે તે શું છે એવું લોકો ઓળખી શકે. (Page123)
પાના નં 123 (ઉપરનું લખાણ) ધર્મપંથને આગળ ચલાવવા માટે જે આવશ્યક છે તે તીર્થકરોએ નિશ્ચિત કરેલું છે અને તે બાબત તેમણે તેમના સર્વશ્રેષ્ઠ જ્ઞાનની મદદથી નિશ્ચિત કરેલી છે.
આંતરિક પવિત્રતાને સૌથી વધારે અગત્યની વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે અને આ આંતરિક પવિત્રતા કેવળ “સ્વ” ઉપર વિજય મેળવીને જ પ્રાપ્ત કરી શકાય છે. અને તેથી જ એવું વારંવાર કહેવામાં આવે છે કે જે પોતાની જાતને જીતે છે તે સમગ્ર વિશ્વને જીતે છે. આમ એવું કહેવામાં આવ્યું છે કે -
મારી પોતાની જાત એ વૈતરણી નામની સરિતા છે. મારી પોતાની જાત એ સાલમતીવૃક્ષ છે. મારી પોતાની જાત એ ચમત્કારિક કામધેનુ ગાય છે. મારી પોતાની જાત એ નંદનવાટિકા છે. મારી પોતાની જાત એ દુઃખો અને સુખોની કર્તા અને અકર્તા છે.
મારી પોતાની જાત એ હું સારાં કે નઠારા કર્મો કરું છું તદનુસાર દોસ્ત કે દુશ્મન છે.
- જે વ્યક્તિ પોતાની જાતને જીતી શકતી નથી તેને માટે સઘળી બાહ્ય પ્રાપ્તિઓ અર્થહીન છે. સૌથી મોટા શત્રુ એટલે કે પોતાની જાતને જીતી લેશો તો સઘળું જીતાઈ જશે. અને તેથી મહાવીરે તદ્દન વિરોધી વાત કરી
- ૪૦૦૦