________________
,,
એ વિરલ તક છે, કારણ કે આપણે ઘણા એવા લોકોને જોઈએ છીએ કે તેમણે એક યા બીજો અવયવ ગૂમાવેલો હોય છે. તેથી હે ગૌતમ ! તું નિરંતર સાવધાન રહે.” ‘‘જો કોઈ પાંચેય જ્ઞાનેન્દ્રિયો ધરાવતો હોય, તો સર્વોત્તમ ધર્મમતના નિયમને અનુસરવું એ એક વિરલ તક છે, કારણ કે લોકો પાખંડી ધર્મગુરૂઓને અનુસરે છે. માટે હે ગૌતમ તું સદંતર સાવધાન રહે.”
જો તેને સાચા ધર્મપંથના નિયમોનું માર્ગદર્શન મળે, તો તેમ છતાં પણ તેમને માનવા એ વિરલ તક છે, કારણ કે ઘણા લોકો પાખંડી હોય છે. માટે હે ગૌતમ તું
સદંતર સાવધાન રહે.”
જો કોઈ ધર્મપંથના નિયમોને માને-સ્વીકારે તો તે ભાગ્યેજ તેમનું વ્યવહારમાં આચરણ કરશે, કારણ કે લોકો આનંદ્ પ્રમોદમાં લીન થઈ ગયેલા હોય છે. તેથી હે ગૌતમ ! તું નિરંતર જાગૃત રહે.”
‘‘જ્યારે તારો દેહ વૃદ્ધ થઈ જાય, અને તારા કેશ શ્વેત થઈ જાય, તારી કર્ણોની શક્તિ ઘટવા લાગે ત્યારે કે ગૌતમ ! તું નિરંતર જાગૃત રહે.”
‘‘જ્યારે તારો દેહ વૃદ્ધ થઈ જાય, અને તારા કેશ શ્વેત થઈ જાય, તારાં ચક્ષુઓની શક્તિ-તેજ ઘટવા લાગે ત્યારે હે ગૌતમ ! તું સદંતર સાવધાન રહે.”
‘‘જ્યારે તારો દેહ વૃદ્ધ થઈ જાય, અને તારા કેશ શ્વેત થઈ જાય, તારી નાસિકાની શક્તિ ઘટવા માંડે ત્યારે હે ગૌતમ ! તું નિરંતર જાગૃત રહે.”
‘‘જ્યારે તારો દેહ વૃદ્ધ થઈ જાય, અને તારા કેશ શ્વેત થઈ જાય, તારી રસનાજીવાની શક્તિ ક્ષીણ થઈ જાય, ત્યારે હે ગૌતમ ! તું નિરંતર સાવધાન રહે.” ‘‘જ્યારે તારો દેહ વૃદ્ધ થઈ જાય, અને તારા કેશ શ્વેત થઈ જાય, તારી સ્પર્શની શક્તિ ક્ષીણ થઈ જાય, ત્યારે કે ગૌતમ, તું નિરંતર સાવચેત રહે.”
‘‘જ્યારે તારો દેહ વૃદ્ધ થઈ જાય, અને તારા કેશ શ્વેત થઈ જાય, તારી દૈહિક શક્તિઓ ક્ષીણ થવા લાગે ત્યારે કે ગૌતમ ! તું નિરંતર સજાગ રહે.”
•‘વિષાદ-ઉદાસી, રાજાનાં અનિષ્ટો, કોગળિયું, અનેક પ્રકારના જીવલેણ રોગો તને લાગુ પડી જાય, તારો દેહ ક્ષીણ થવા માંડે અને નબળો પડવા માંડે, ત્યારે કે ગૌતમ ! તું નિરંતર જાગૃત રહે.”
‘‘તમારા પક્ષેથી સઘળાં બંધનો-આસક્તિઓને ત્યજી દો કે જે રીતે કમળના પુષ્પની પાંદડીઓ પાનખરના જળને નીચે પાડી દે છે, તેજ રીતે સર્વે બંધનોમાંથી મુક્ત થઈ જાઓ. માટે હે ગૌતમ ! તું નિરંતર જાગૃત રહે.”
‘તમારી સંપત્તિ અને તમારી પત્નીને ત્યજી દો, તમે ગૃહવિહીન અવસ્થામાં પ્રવેશ્યા છો. જો તમે એમ ન કરી શકો તો તમે તમારી ત્યાગેલી વસ્તુઓ તરફ પાછા ફરો. અને તેથી જ હે ગૌતમ ! તું નિરંતર જાગૃત રહે.”
‘‘તમારા મિત્રો અને સગાંસંબંધીઓને ત્યજી દો. જે વિપુલ ધનસંપત્તિનો તમે સંચય કર્યો છે, તેની તમે બીજી વાર અપેક્ષા રાખશો નહિ. માટે હે ગૌતમ ! તું
~ ૩૯૪ -