________________
સુખો તલવારની ધાર ઉપર લગાડેલા મધુ સમાન છે. તેઓ ક્ષણભંગુર છે. તેઓ સ્વપ્ન જેવાં છે. તેઓ પાણીની સપાટી ઉપર રહેલા કુશા નામના ઘાસનાં પાન જેવા છે. જે કોઈ આવાં ભ્રામક સુખોની પાછળ તેનું જીવન વેડફી નાખે છે તે મૂર્ખ છે, તેઓ રત્નના મૂલ્યમાં કાચનો ટુકડો ખરીદે છે. અહિં સજીવ પ્રાણીઓ દ્વારા શાશ્વત મૂલ્ય ધરાવતી ચાર વસ્તુઓ પ્રાપ્ત કરવી અત્યંત કઠિન છે, જેવી કે માનવજન્મ, ધર્મપંથના નિયમોના સૂચનો, તેમાં માન્યતા અને સ્વનિયંત્રણ માટેની શક્તિ. જૈન અંગનાં પવિત્ર સૂત્રો અગણિત સમય માટે દુન્યવી સુખોની ક્ષણભંગુરતા અને માનવ જન્મની વિરલતા જેવી એની એ જ બાબતો ગાયા કરે છે.1 આજ્ઞાની મનુષ્ય કે જે સુખોના ભ્રામક વિશિષ્ટ વિશે સ્પષ્ટપણે જાણતો નથી, તે મિજબાની માટે તૈયાર કરવામાં આવેલા બોકડા જેવો છે. તે જાડોપાડો ચરબીવાળો અને ગોળમટોળ દેહ પ્રાપ્ત કરે છે, કિન્તુ તે તો કેવળ મહેમાનોના આગમન સુધી જ હોય છે. 1 Lec. XIX Page 96-97 Ullaradhyayana 2 : Book 1. Lec -5 Ch. I Page. 279.
Page 83. Man who comit sins will go to hells, but those who have walked the road of righteousness, will obtain in heaven.
વાસ્તવમાં ઉત્તરાધ્યયન સૂત્રનું દસમું પ્રવચન સર્વશ્રેષ્ઠ છે, જેમાં મહાવીર ઈન્દ્રભૂતિ ગૌતમને સઘળી વસ્તુઓ આશાશ્વત છે અને માનવ જન્મ વિરલ છે એ બાબતને સમજવાની સાચા દિલથી સલાહ આપે છે. હું અત્રે તેમાંના સૌથી વધારે ધ્યાન ખેંચે એવા શ્લોકોના ઊતારા રજૂ કરું છું. -
જેવી રીતે પાકું થયેલું વૃક્ષનું પાંદડું જ્યારે તેના દિવસો પૂરા થઈ જાય ત્યારે જમીન ઉપર પડે છે, તે ગૌતમ ! તેવું જ મનુષ્ય જીવનનું છે. માટે નિરંતર જાગૃત રહે.”
કુશા ઘાસના પાંદડાની ટોચ પર ઝૂલતું ઝાકળ બિંદુ કેવળ ટૂંક સમય માટે જ ટકે છે, હે ગૌતમ ! એવું જ કંઈક મનુષ્યજીવનનું છે, માટે તું નિરંતર જાગૃત રહે.”
“હે ગૌતમ ! જેવી રીતે સજીવ પ્રાણીઓ માટે સમયના અત્યંત લાંબા ગાળામાં મનુષ્ય અવતાર એ એક વિરલ તક છે, અને કર્મોનાં પરિણામો અત્યંત સખત હોય છે. તેથી તે નિરંતર સજાગ રહે.”
જો કોઈ મનુષ્ય તરીકે જન્મે, તો આર્ય બનવું એ વિરલ તક છે, કારણ કે ઘણા દસ્તુઓ અને મ્લેચ્છો બને છે, માટે તે ગૌતમ ! તું નિરંતર સજાગ સહે.”
જો કોઈ આર્ય તરીકે જન્મે, તો તેને માટે બધીજ પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયો ધરાવવી
- ૩૩ -