________________
મુજબની વૈરાગીઓની વ્યવસ્થા અનુસારની જ સમાન રેખાઓ પર તેમની વ્યવસ્થાઓ સ્થાપિત કરી હતી. જોકે આપણે વર્ધમાન મહાવીરે સ્થાપેલા જૈન સંપ્રદાયની વ્યવસ્થાની વધુ વિગતે તપાસ કરીશું, કે જે તેના પ્રણેતાના વ્યક્તિત્વની અનન્ય છાપ ધરાવે છે.
પ્રથમ મૂળભુત હકીકત કે જે આપણે જ્યારે તપાસમાં આગળ વધીએ છીએ ત્યારે આપણું ધ્યાન ખેંચે છે તે જૈન સંપ્રદાયની તેના આરંભના કાળમાં પણ અસ્તિત્વ ધરાવતી ચાર કક્ષાઓ છે. આમ મહાવીર વર્ધમાને તેમના સંપ્રદાયમાં સંન્યાસી, સાધ્વી, સામાન્ય પુરૂષ અને સામાન્ય સ્ત્રીને પ્રવેશ આપવાની જોગવાઈ કરેલી હતી. એક બાજુએ સાધુઓ અને સાધ્વીઓ,
જ્યારે બીજી બાજુએ સામાન્ય પુરૂષ અને સામાન્ય સ્ત્રી, આ બંને ભિન્ન નિયમોના સમૂહ વડે નિયંત્રિત કરવામાં આવતા હતા.
આપણે પ્રથમ સાધુઓ અંગેની વ્યવસ્થાની તપાસ કરીશું. આરંભમાં જ એ બાબતને સ્પષ્ટ કરવામાં આવી છે કે તેના પ્રારંભના કાળથી જ જૈન ધર્મે સ્ત્રીના સાંસ્કૃતિક વિકાસની ભરપૂર શક્યતાઓને જાણી હતી. પરિણામે વર્ધમાન મહાવીરના સંપ્રદાયે સાધુઓ અને સાધ્વીઓ બંને માટે એકસમાન નિયમોના સમૂહનો આદેશ આપ્યો હતો.
સાધુઓના વ્યવસ્થા તંત્રમાં પ્રવેશ માટેની પ્રથમ આવશ્યકતા હતી જરૂરી માનસિક સજ્જતા અર્થાત સંસારત્યાગ કરવા માટેની ઈચ્છા. જેને દુન્યવી મોજમજાની વ્યર્થતાની ખાતરી ન હોય તેના સંસારમાં) પાછા જવાની શક્યતા રહેલી હતી અને તેઓ પાછા ફરી પણ જતા હતા કે જ્યારે તેમને સગાંસંબંધીઓ અને સંજોગો દ્વારા લોભાવવામાં આવ્યા હોય એ જ રીતે જેમને આદરણીય ઉપર દઢ વિશ્વાસ ન હોય અને ધર્મ પંથના વ્યક્તિઓને બચાવવાના ગુણની પાકી ખાતરી ન હોય તેઓ સંપ્રદાયના સદાચારના નિયમોનું લાંબા સમય સુધી પાલન કરવા માટે શક્તિમાન બનશે નહિ. તેથી એક સંન્યસી માટે એ પારખવું આવશ્યક બને છે કે આ જગતનાં સુખો એ જંગલી રીંછને આપવામાં આવેલા અક્ષત (ચોખા) સમાન છે. તેઓ તેને પ્રલોભન આપવા માટે અને તેમને જન્મ જન્માંતરના ચક્રમાં અનંત દુઃખો સહન કરવા માટે તેમને ફસાવવાના હેતુથી જ પેદા થયેલાં છે. કિમ્પાકા ફળની જેમ અનિષ્ટ અસર પેદા કરવાવાળાં એવાં દુન્યવી
- ૩૨ -