________________
દૂર રહેવામાં બેદરકાર રહેવું નહિ, જે આપવામાં નથી આવ્યું તે લેવાથી દૂર રહેવું, એક વાર જાતીય આનંદો માણી લીધા હોય તે પછી તેવી વ્યક્તિએ અપવિત્રતાનો ત્યાગ કરવો, ધનસંપત્તિ, અન્ન અને સેવકો મેળવવાના સઘળા દાવાઓનો ત્યાગ કરવો, ચારે પ્રકારનો આહાર રાત્રે લેવો નહિ, આ બધાં કેવળ અઘરાં કર્તવ્યો છે અને ખરાબ કે નબળો શ્રમણ નબળા બળદની જેમ તેમના ભાર નીચે નિશ્ચિતપણે તૂટી જાય છે. ધર્મપંથના પ્રણેતાએ સંન્યાસીના જીવનની પ્રતિકૂળતાઓ છૂપાવી નથી.
આદરણીય સંન્યાસી મહવીરે એવી બાવીસ મશ્કેલીઓ જાહેર કરી છે કે જે સંપ્રદાયના પ્રત્યેક સંન્યાસીએ શીખવી જોઈએ અને જાણવી જોઈએ, સહન કરવી જોઈએ અને જીતવી જોઈએ. પરંતુ જ્યારે તે ભ્રમણ કરતા સંન્યાસીનું જીવન જીવતો હોય ત્યારે તેણે તેમને અનુસરવાની જરૂર નથી.1 મહાવીર વર્ધમાને કેવળ મુશ્કેલીઓની યાદી જ રજૂ કરી નથી, પરંતુ તેમને સમજાવી પણ છે. અને (ધર્મપંથમાં) બિનઅનુભવી-નવી વ્યક્તિને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જ્યાં સુધી તેને શત્રુ તરીકે લોકો જોયો નથી ત્યાં સુધી તેઓ તેને વીરપુરૂષ માને છે.
શિશુપાલ કે જેણે મહાન યોદ્ધાઓને બહાદુરીપૂર્વક યુદ્ધ કરતા જોયા હતા તે પહેલાં તે પોતાની જાતને શૂરવીર માનતો હતો, તે જ રીતે એક બીન અનુભવી વ્યક્તિ કે જેણે હજી સુધી દુ:ખો સહન કર્યાં નથી અને જે સંન્યાસીનું જીવન જીવ્યો નથી એ પોતાની જાતને તે પોતે તપશ્ચર્યા ન કરે ત્યાં સુધી નાયક માને છે. સંન્યાસીના જીવનની મદદકર્તા અને અસહાયક પ્રતિકૂળતાઓનું વિગતે વર્ણન કરવામાં આવ્યું છે. સંન્યાસીની કારકીર્દિનાં ભયસ્થાનો અત્યંત હૂબહૂ વર્ણવવામાં આવ્યાં છે, જે પાંચ મુખ્ય શીર્ષકો હેઠળ વર્ણવ્યા છે. (1) જ્યારે તે ભિક્ષાટન અર્થે નીકળે ત્યારે તેણે સહન કરવી પડતી મુશ્કેલીઓ (2) સ્ત્રીઓ તરફનાં ભયસ્થાનો કે જેઓ કોઈ સંન્યાસીને વિવિધ રીતે ફોસલાવીને અનીતિને માર્ગે લઈજાય છે (3) સગાં સંબંધીઓ તરફનાં ભય સ્થાનો કે જેઓ કોઈ વૃક્ષને વેલીઓ વિંટળાઈ જાય એમ તેની આસપાસ ટોળે મળે છે અને તેની ઉપર નિયંત્રિત જીવન (સંન્યાસીનું જીવન) ત્યજી દેવા માટે સખત દબાણ કરે છે. (4) સૌથી મોટી મુશ્કેલી એ તેને પોતાની જાતમાં આત્મવિશ્વાસના અભાવ અંગેની
~ ૩૯૬ ૨
"