________________
આ પ્રમાણેની સજા થઈ હોય છે તેઓ નથી સૂઈ શકતા કે નથી ઊંઘી શકતા, તેઓ કોઈ આશ્વાસન કે સુખસગવડ પણ પ્રાપ્ત કરી શક્તા નથી, અથવા તેઓ કોઈ મનોરંજન કે પ્રોત્સાહન પણ મેળવી શક્તા નથી.
મૃગાનો પુત્ર તેના પિતા સમક્ષ નર્કમાં તેને કેવો અનુભવ થયો તે વર્ણવતાં કહે છે કે નર્કમાં તીક્ષ્ણ, તીવ્ર અને સખત, ભયંકર, અસહ્ય, દારૂણ-ઘોર, બિહામણાં દુ:ખો આપવામાં આવે છે.' પરંતુ સૂત્રકૃતંગા દુ:ખી અને કમનસીબ પ્રાણીઓનો સમુદાય કે જે નર્કમાં જે દુઃખો સહન કરે છે તેનું અતિશય શ્યામ રંગોમાં વર્ણન કરે છે.2
તેઓ દ્વારા આવા બે પ્રકારના સમુદાયો રચાય છે. એક તો બુદ્ધિમંત મનુષ્યો કે જેઓ અસાધુતાના માર્ગેથી પાછા વળી જાય છે. અને ધર્મના નિયમોને અનુસરે છે અને બીજા પાપનું આચરણ કરનારાઓ કે જેઓ ધર્મના નિયમોથી દૂર વળી જાય છે. અને અસાધુતાનું આચરણ કરે છે, તેઓ તેમને આવું જે કમ ભાગ્ય પ્રાપ્ત થયું છે તે વર્ણવે છે. બુદ્ધિમંત સદ્ગુણી માનવ દેવ તરીકે જન્મ ધારણ કરે છે અને પાપનું આચરણ કરનાર નર્કનાં દુ:ખો સહન કરે છે. અને છેવટે આ બંનેમાંથી ક્યો માર્ગ પસંદ કરવો તેનો નિર્ણય કરવાનું લોકો ઉપર છોડવામાં આવે છે.
ધર્મપંથ : ધાર્મિક સંપ્રદાય
જીવન વિષેના ભારતીય દૃષ્ટિબિંદું અનુસાર ત્રણ પ્રકારના તદ્દન સ્પષ્ટ પ્રવાહો જોવા મળે છે. બ્રાહ્મણધર્મ, બૌદ્ધધર્મ અને જૈનધર્મ. આ ત્રણ પ્રવાહોનાં જળ જાણે કે એકજ જળાશયમાંથી ખેંચવામાં આવ્યાં હોય અને લાગે છે અને જળાશય છે, ભારતીય માનસ. જે કોઈને આ બાબતનું જ્ઞાન છે તેને દેખીતી રીતે એકબીજાથી અલગ લાગતા આ ત્રણે પંથો ઘણા બધા સૈદ્ધાંતિક મુદ્દાઓમાં પરસ્પર સંમત થાય છે અને આ ત્રણે ધર્મો જીવન જીવવાની સમાન પદ્ધતિને અપનાવે છે એ જાણીને આશ્ચર્ય નહીં થાય. બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન સાધુનું રોજિંદુ જીવન લગભગ એક્સમાન હોય છે અને દરેક પોતપોતાના પંથમાંથી એકબીજા માટે કેટલીક છૂટ રાખે છે. તેમની જીવન જીવવાની શૈલિમાં આવી સમાનતાનું કારણ કંઈ દૂર શોધવા જવું પડે એમ નથી. નવા સ્થપાયેલા ધર્મોએ પ્રાચીન બ્રાહ્મણ ધર્મની વ્યવસ્થા
૩૯૧ -