________________
શાબાશ ! આપે લોભને વશ કરી લીધેલ છે.”
હે સંત ! આપની સાદગીને શાબાશી ઘટે છે, આપના નિરાભિમાનનમ્રતાને શાબાશી ઘટે છે. હે સંત ! આપની પૂર્ણ ધીરજને શાબાશી ઘટે છે. આપના પૂર્ણ મોક્ષ-મુક્તિને શાબાશી ઘટે છે.”
અહીં આ જગત ઉપર આપ સર્વોચ્ચ મનુષ્ય છે, માનનીય ગુરૂ આપ અહીં પછી (ઉપરના જગતમાં સર્વ પ્રકારનાં કલંકોથી મુક્ત એવા આપ સર્વોચ્ચ હશો. આપ પૂર્ણતાએ એટલે કે એવી ઉચ્ચત્તર સ્થિતિએ પહોંચી શકશો કે એની પછી આ જગત ઉપર કોઈજ ઉચ્ચ સ્થિતિ નહીં હોય.”
આ પ્રમાણે તે ભવ્ય દષ્ટાની પ્રશંસા કરીને સંપૂર્ણ શ્રદ્ધા સાથે શકે પોતાના દેહની જમણી બાજુને તેમની તરફ રાખીને (અર્થાતુ તેમની ડાબી બાજુએ રહીને) ફરી ફરીને વારંવાર તેમને આદર આપ્યો. - જેમનાં ચરણો પર કર્ક અને અંકુશ જેવાં ચિહ્નો અંકિત થયેલાં હતાં એવા સર્વોચ્ચ સંન્યાસીને આ પ્રમાણે આદર આપીને તે વાયુમંડળમાં ઉર્ધ્વ દિશામાં ઉડ્ડયન કરી ગયો અને ત્યારે તેનો મુકુટ અને કુંડળો અત્યંત સુંદર રીતે આંદોલિત થતાં હતાં.
9.B.E.-45 P.40-41 - Verse 55-60.
જે મનુષ્યો પાપોનું આચરણ કરે છે તેઓ નર્કમાં જાય છે. પરંતુ જેઓ સાધુતાના માર્ગે ચાલે છે તેઓ સ્વર્ગમાં સ્થાન પામે છે.
જૈન કીર્તિમંદિર (સર્વ દેવોનું મંદિર) ઘણા બધા દેવો ઉપરાંત બીજા ઘણા અર્થ દેવોનો પણ સમાવેશ કરે છે, જેવા કે સુચાઓ, અસુરો, નાગો, સુવર્ણો, યક્ષો, રાક્ષસો, કિન્નરો, કિમ્બુરૂષો, ગરૂડો અને સર્પ-દેવો. તેઓ શ્રમણોના અનુયાયીઓને ફોસલાવીને અનીતિના માર્ગે લઈ જવાનો પ્રયત્ન કરે છે. • | સ્વર્ગ અને નર્કઃ જૈન ધર્મ એ તાર્કિક વ્યવસ્થા છે. ચમત્કારો અને જાદુઈ પ્રયુક્તિઓનો આશરો તે લેતો નથી. લોકો તેના તરફ આકર્ષાય છે. તે તો કેવળ તેના આંતરિક મૂલ્યને લીધે છે.
આવા અતિમાનવીય જીવો (દેવો અને અર્ધ દેવો) નો સંન્યાસીઓ ઉપયોગ કરે છે અને તેમને પોતાના દેહમાં પ્રવેશ કરવા દે છે અને સામાન્ય
- ૩૮૯ -